મેટોડા જીઆઇડીસીમાંથી બિહારી શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

  • April 23, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવા કિલો ગાંજો કબ્જે: બંધાણી હોય પીવા અને વેચવા માટે ગાંજો બિહારથી લાવ્યાની કબુલાત




મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના સ્ટાફે બિહારી શખસને સવા કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા પોતે નશાનો બંધાણી હોય જેથી પીવા માટે તથા વેચવા માટે ગાંજાનો આ જથ્થો બીહારથી લાવ્યાની કબુલાત આપી હતી.



જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ આર.એસ.શર્માની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા,

હરેશ સોરાણીને મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૩ માં રહેતો મુનીલકુમાર યોગેન્દ્ર રામ મેટોડા જી.આઈ.ડી.સી. ગેઇટ નં.૩ ની અંદર આવેલ ડેલ્ટા પ્રાઇમ કંપની પાસેથી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઇ મોડી રાત્રીના પસાર થનાર છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ બાતમીના સ્થળે વોચમાં હતો. દરમિયાન ડેલ્ટા ટાઇમ વાળી શેરીમાંથી એક શખસ ચાલતો આવતો હોય તેને પોલીસ સ્ટાફે કોર્ડન કરી તેનું નામ પુછતા પોતાનુ નામ મુનીલકુમાર યોગેન્દ્ર રામ (ઉ.વ૩૬, રહે, મેટોડા જી.આઈ.ડી.સી.ગેઇટ નં.૩ ની અંદર કેદાર ટેકનો કાસ્ટ નામના કારખાનાની ઓરડીમાં, મૂળ (બિહાર) હોવાનું જણાવ્યું હતું.


પોલીસે તેની પાસે રહેલ સફેદ કલરની થેલીમાં જોતા તેમાંથી વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલ, જેથી તે બાબતે પુછતા થેલીમાં ગાંજો હોવાનુ જણાવેલ હતું. આરોપી પાસેથી ૧.૨૫૦ કિલો ગાંજો રૂ.૧૨ હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ગાંજો પીવાનો બંધાણી હોવાથી પોતાના માટે અને વેચવા માટે વતન બિહારથી ગાંજાનો જથ્થો લઈ આવ્યાની કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application