સિકકામાં જીંદગીથી કંટાળી યુવકે જીવાદોરી ટુંકાવી : શોકની લાગણી
ધ્રોલના હજામચોરા ગામમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, જયારે સિકકાની શ્રીજી સોસાયટીમાં એક યુવાને જીંદગીથી કંટાળી જીવાદોરી ટુંકાવી લીધી હતી.
ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા કુલદીપ ચતુરગર ગોસાઇ (ઉ.વ.૨૩) નામના યુવાનને મગજની તકલીફ હોય અને છેલ્લા પાંચેક દિવસથી ગુમસુમ રહેતો હોય જેથી પોતાની મેળે ગઇકાલે સાંજે ઘરે છતના હુંકમાં વાયર વડે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે જોડીયા સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યુ હતું, બનાવ અંગે હજામચોરમાં રહેતા અને સેવાપુજા કરતા ચતુરગર ગોસાઇ દ્વારા ધ્રોલ પોલીસમાં જાહેર કરાયુ હતું.
બીજા બનાવમાં સિકકાની શ્રીજી સોસાયટીમાં રહેતા હમજાભાઇ જાકુબભાઇ સંઘાર (ઉ.વ.૧૯) નામના યુવાને કોઇ કારણસર જીંદગીથી કંટાળી જઇ પોતાની મેળે ગઇકાલે ઘરે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું, આ અંગે સુલેમાનભાઇ સંઘારે સિકકા પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMજામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ
April 19, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech