હજુ બે દિવસ ધુળીયું વાતાવરણ રહેશે: સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરતું હવામાન ખાતું
જામનગર સહિત સમગ્ર હાલારમાં અઠવાડીયા સુધી આકરી ગરમી રહ્યા બાદ ગઇકાલે સાંજે ૪૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને રાહત થઇ હતી અને તાપમાન ૩૬ ડીગ્રીએ પહોંચી ગયું છે, ત્યારે ગઇકાલે પણ ભારે પવનને કારણે ડમરી ઉડી હતી, હજુ એકાદ દિવસ ધુળની ડમરી ઉડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે, સાથે-સાથે કેટલાક ગામોમાં હીટવેવ પણ થશે.
આકરા તાપને કારણે જામનગર સુધી ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આગામી દિવસોમાં તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે અને કેટલાક ગામોમાં સહી ન શકાય તેવો તાપ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ગઇકાલે રાત્રે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને પવન ફુંકાયો હતો, જો કે બપોરના ૧૧ થી ૫ દરમ્યાન આકરી રહે છે, ઉનાળાની શઆતમાં જ આ પ્રકારની ગરમી જોવા મળતા લોકોના કહેવા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ જોવા મળશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૪ ડીગ્રી, હવામાં ભેજ ૭૬ ટકા, પવનની ગતિ ૩૫ થી ૪૦ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના ૬ વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે. છેલ્લા અઠવાડીયાથી કાલાવડ, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ફલ્લા, લાલપુર, સલાયા, દ્વારકા, ઓખા મંડળ, ખંભાળીયા, રાવલ, ભાટીયા, સલાયા સહિતના ગામોમાં પણ આકાશમાંથી લૂ વરસી રહી છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શ થશે અને ગામડાઓમાં પણ આકરો તાપ શ થઇ ચૂકયું છે, આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચી ગયું છે.