જામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ

  • April 19, 2025 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોર્ડ નં. ૪ના નગરસેવીકા રચના નંદાણીયાએ મેયરને પત્ર લખી મુશ્કેલી રજુ કરી

જામનગર મહાનગરપાલીકાના જન્મ મરણ શાખામાં થતી હાલાકીને પગલે વોર્ડ નં. ૪ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા મેયરને રજુઆત કરાઇ છે જેમાં જન્મ મરણ શાખાના ૩ સિવીક વોર્ડમાં એપ્રીન્ટસ બાળકોને બેસાડી દેવામાં આવ્યા છે તેના કારણે લોકોને સમસ્યા થઇ રહી છે અને જન્મ મરણના દાખલામાં ઘણી ભુલો દેખાઇ રહી છે. તે બાબતને ઘ્યાનમાં રાખીને રચનાબેને જણાવ્યુ કે કોઇ અનુભવી અને કાયમી અધિકારીઓને નિમણુંક કરી સમસ્યાનું નિરાકરણ કરવાનું જણાવ્યુ છે.

જામનગર મહાનગરપાલીકા જન્મ-મરણ શાખામાં લોકોને પડતી મુશ્કેલી બાબતે જામનગર શહેરના ત્રણેય સીવીક સેન્ટરોમાં જન્મ-મરણના દાખલાની સુવિધા ઉપલબ્ધ કરવી જોઇએ કેમ કે અત્યારે જામનગર મહાનગરપાલીકાના જન્મ-મરણ શાખાની હાલની પરિસ્થીતી સાવ નબળી હોય અને ત્યાં સ્ટાફમાં એપ્રિન્ટસને રાખેલ હોય જે એપ્રિન્ટસ બાળકો ત્યાં શીખવા આવતા હોય અને તેમને સીધા દાખલા કાઢવામાં બેસાડી દેવામાં આવે છે તે એપ્રિન્ટસ દ્વારા જન્મ-મરણના દાખલામાં અનહદ ભુલો થતી હોય, જોડણી જેવી નાની નાની બાબતોમાં પણ ભુલોના લીધે લોકોને અનહદ તકલીફ પડતી હોય માટે ત્યાં કાયમી અને અનુભવી કર્મચારી હોવા જોઇએ જેથી નાની નાની બાબતે લોકો પરેશાન ન થાય ખાસ ગામડેથી આવતા લોકો બસનું ભાડુ ખર્ચીને આવતા હોય અને ત્યાં લાઇનમાં ઉભા હોય અને સર્વર નથી ચાલતુ તેમ કહી ધકકા ખવડાવતા હોય અને ગરીબ વર્ગના લોકો જે પોતાનો રોજ બગાડીને આવતા હોય છે. 

તેમજ તેઓને પણ ધકકા ખાવા પડતા હોય ખાસ કરીને અત્યારે આધાર કાર્ડના નવા નિયમ મુજબ જે બાળકોના જન્મના દાખલામાં અપડેટ આવેલ હોય કે આધાર કાર્ડ કાઢવા માટે ફરજીયાત જન્મના દાખલામાં આખુ નામ કરાવવું પડે તેના લીધે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને જામનગર મહાનગરપાલીકાના સબ રજીસ્ટાર તો તેમની બ્રાંચમાં હાજર હોતા નથી અને તેઓને ફોન કરીને રજુઆત કરવામાં આવે તો તેઓ દ્વારા કહેવામાં આવે છે કે હું તો કોર્ટમાં છુ અને તેમના દ્વારા કોઇ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી માટે મેયરને વોર્ડ નં. ૪ના કોર્પોરેટર રચનાબેન દ્વારા રજુઆત કરાઇ છે કે જામનગર શહેરના ત્રણેય સીવીક સેન્ટરમાં જન્મ મરણના દાખલાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને તેમા ખાસ કરીને અનુભવી અને કાયમી કર્મચારી રાખવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે. તેમજ રચનાબેન દ્વારા સમસ્યાને ૧૫ દિવસમાં નિકાલ કરવાનું જણાવ્યુ છે જો નિકાલ નહીં કરવામાં આવે તો ચેમ્બરની સામે ધરણાં કરવાની ચિમકી અપાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application