દ્વારકામાં જર્જરિત બિલ્ડીંગનું પોપડું પડ્યું

  • March 30, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાને માથામાં ઇજા થતાં હોસ્પિટલ લઇ જવાઇ

દ્વારકા જગત મંદિરના હિસાબે હજારોની સંખ્યામાં દરરોજ યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે. જેના હિસાબે મંદિર ચોક હર હંમેશ યાત્રિકોની ભીડ રહેતી હોય છે. ગુરુવારે મોડી સાંજે મંદિર ચોક વિસ્તારમાં આવેલ એક જીર્ણ થઈ ગયેલ બિલ્ડીંગના રવેશનું સિમેન્ટનું પોપડુ નીચે ઊભેલી એક યાત્રિક મહિલાના માથે પડતા તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. ૧૦૮ દ્વારા ઘાયલ મહિલા યાત્રિકને દ્વારકા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભરચક રહેતા મંદિર ચોકમાં આવેલી આ બિલ્ડીંગ વર્ષો જૂની હોય અતિ ઝીર્ણ થઈ ગયેલ છે જેના હિસાબે ગંભીરથી અતિ ગંભીર અકસ્માત સર્જવાનો ભય રહેલ છે. જેના લીધે તંત્ર દ્વારા આ બિલ્ડીંગને તોડી પાડવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application