૧૧ હજારની રોકડ અને ગંજીપત્તા કબ્જે કરતી પોલીસ
જામનગર નજીક મોડપર ગામના પાટીયા પાસે નદીના વોકરામાં બાવળની ઝાડીમાં તિનપતીની મોજ માણતા ૩ શખ્સોને રોકડ સાથે દબોચી લેવામાં આવ્યા હતા, જયારે બે શખ્સ ફરાર થઇ ગયા હતા.
મોડપરના પાટીયા પાસે નદી નજીક બાવળની કાટમાં કેટલાક શખ્સો તિનપતીનો જુગાર રમે છે એવી વિગતના આધારે પંચકોશી-એ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં તિનપતીનો જુગાર રમતા મોડપર ગામની પાછળ રહેતા રજાકશા કરીમશા શાહમદાર, કમા બોદા હાજાણી અને મતવા રોડ પર રહેતા દાના દુદા મકવાણા નામના શખ્સોને રોકડ ૧૧૪૩૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
દરોડા વખતે નાની માટલીનો દોસમામદ ખીરા અને મોડપર ગામનો છગન ભરવાડ આ બંને શખ્સો નાશી છુટયા હતા તમામની સામે જુગારધારા મુજબ ફરીયાદ દાખલ કરીને તપાસ આગળ ધપાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech