દ્વારકાના કુરંગા પાસે ખાનગી બસ પલ્ટી ખાતા 20 યાત્રાળુઓને ઇજા

  • January 04, 2025 01:12 PM 

આજે સવારે ડ્રાઇવરે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: 108 મારફત ઇજાગ્રસ્તોને દ્વારકા હોસ્પીટલ ખસેડાયા: સદનશીબે મોટી જાનહાની ટળી


જામનગર અને દ્વારકાના હાઇવે પર અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે, આજે સવારે કુરંગા પોરબંદર ચોકડી પાસે એક ખાનગી બસ પલ્ટી ખાઇ જતા તેમાં બેઠેલા યાત્રાળુઓને ઇજાઓ થતા તાકીદે દ્વારકા હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતના બનાવના કારણે ભારે દોડધામ મચી ગઇ હતી.


આજે સવારે 9-40 કલાકે એક ખાનગી બસ યાત્રાળુઓને લઇને પસાર થઇ રહી હતી દરમ્યાન કુરંગા પોરબંદર ચોકડી સીએનજી પંપની બાજુના વિસ્તારમાંથી નીકળતી વેળાએ ખાનગી બસ પલ્ટી ખાઇ ગઇ હતી જેના કારણે દેકારો બોલી ગયો હતો અંદર બેઠેલા યાત્રીકોમાં રાડારાડ થઇ ગઇ હતી. અકસ્માતના કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી આથી તાકીદે એમ્બ્યુલ્નસ આવી પહોચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં અંદાજે 15 થી 20 જેટલા લોકોને ઇજા થયાનું જાણવા મળ્યું છે. સદનશીબે જાનહાની ટળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application