મનપાની મિનિટસ બુકમાં ચેડાંનો કેસ અગ્નિકાંડ કેસ સાથે ચલાવવા અરજી

  • January 06, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે મહાનગરપાલિકાની મિનિટસ બુક સાથે સાથે ચેડાં કરવાના ગુનામાં નોંધાયેલ કેસ સેશન્સ કમિટ કરીને અિકાંડના મુખ્ય કેસ સાથે ચલાવવા સાગઠીયાએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી છે.
રાજકોટના ચીફ જયુડી. મેજી. સમક્ષ સાગઠીયાએ તેના વકીલ મારફતે અરજીમાં જણાવ્યું છે કે, આરોપી મનસુખભાઇ સાગઠીયા વિદ્ધ રાજકોટ શહેર તાલુકાના પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૧૧૪ વિગેરે મુજબનો ગુન્હો નોંધાયેલ. અને તેનું ચાર્જશીટ કરવામાં આવેલ છે. જે ગુન્હાનો સેશન્સ ટ્રાયેબલ ઓફેન્સનો આક્ષેપ હોય, અદાલત દ્રારા તે કેસ સેશન્સ કમિટ કરવામાં આવેલ છે અને સેશન્સ જજની કોર્ટમાં મોકલી આપવામાં આવેલ છે. બીજ ઈન તરફ હાલના ગુન્હામાં ડી.સી.બી પોલીસ સ્ટેશન દ્રારા રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્રારા નોંધાયેલ ગેમ ઝોન અગ્નિકાંડ અંગેના ગુન્હામાં પણ આરોપી સામે રેકર્ડમાં ચેડા કરવામાં આવેલ અને આરોપીઓને બચાવવા પ્રયાસ કરવામાં આવેલાનો આક્ષેપ છે. હાલનો ગુન્હો પણ તે સહીતનો ફરિયાદ પક્ષના કેસ અનુસારનો ભાગ છે. આ કામે માત્ર પોલીસ સ્ટેશન અલગ છે. પરંતુ આક્ષેપો ઉપરોકત ગુન્હાને સલ છે. આ સંજોગોમાં માત્ર વધુ એક પોલીસ એજન્સી તપાસ કરે તે માત્રથી અલગ ગુન્હો ગણી શકાય નહી, પરંતુ આ ગુન્હો રાજકોટ તાલુકાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભાગ છે. એક અ૫૨ાધ માટે એકથી વધુ ટ્રાયલ હોઇ શકે નહી. આ સંજોગોમાં હાલનો કેસ સેશન્સ અદાલતમાં કમિટ કરી અિકાંડ કેસ સાથે જોડી દેવા અ૨જી કરી છે. આ કેસમાં આરોપી સાગઠીયા વતી એડવોકેટ ભાર્ગવ ડી. બોડા તથા વિશાલ એસ. ખીમાણીયા રોકાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application