ગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી

  • January 07, 2025 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2025ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ યોજાશે.


જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે, તેમના માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજકેટના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. જેથી જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા તેઓ હવે 15 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે.


ગુજરાત કોમન એન્ટ્રન્સ ટ્રેસ્ટ એટલે કે ગુજકેટ 2025 માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ gujcet. gseb.org પર મુકવામાં આવી છે. ગુજકેટ 2025ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી હતી. જે હવે એક હજાર રૂપિયા લેઇટ ફી સાથે 15-01-2024 સુધી લંબાવવામાં આવી છે.


ગુજકેટની પરીક્ષા ફી 350 અને લેઇટ ફી 1 હજાર રૂપિયા એમ કુલ મળીને 1350 રૂપિયા SBI Epay System મારફતે ઓનલાઇન( ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટબેકિંગ) દ્વારા અથવા SBI Epayvના SBI Branch Payment ઓપ્શન દ્વારા દેશની કોઇપણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application