એક તરફ દુનિયાભરમાં HMPV વાયરસનો ભય ફેલાયેલો છે, ત્યારે ગુજરાતના સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં એક નવી મુસીબત આવી પડી છે. અહીંના પ્રાણીઓમાં H5N1 વાયરસનો ચેપ ફેલાયો હોવાના અહેવાલ છે, જેના કારણે પ્રાણીઓમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે નાગપુરમાં પણ પ્રાણીઓમાં આ જ વાયરસ ફેલાવાના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું દુઃખદ મોત થયું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ પ્રાણી સંગ્રહાલયો માટે તાત્કાલિક માર્ગદર્શિકા જાહેર કરી છે.
H5N1 વાયરસ શું છે?
H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો એક પેટા પ્રકાર છે, જેને સામાન્ય ભાષામાં બર્ડ ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસ અત્યંત ચેપી અને ઘાતક માનવામાં આવે છે, ખાસ કરીને મરઘાં માટે. તે પક્ષીઓ ઉપરાંત અન્ય પ્રાણીઓને પણ અસર કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં H5N1 મનુષ્યો અને સસ્તન પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વાયરસ મનુષ્યો અને પ્રાણીઓ બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
H5N1 વાયરસનો પ્રથમ કેસ 1996માં ચીનમાં પક્ષીઓમાં નોંધાયો હતો, અને ત્યારબાદ એક વર્ષ પછી હોંગકોંગમાં તેનો મોટો ફાટી નીકળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદમદાર અને ટોક્સિક લુક સાથે યશે ફેન્સને કર્યા એકસાઈટેડ
January 09, 2025 12:10 PMકંગના રનૌતે સ્પષ્ટ કહ્યું- હું ફરી ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું
January 09, 2025 12:09 PMસાન્યા મલ્હોત્રા અને ઋષભ રિખીરામ શર્મા વચ્ચે કઈક તો છે
January 09, 2025 12:07 PMએપ્રિલમાં દેખાતો ઘડીયાળી કુવો જાન્યુઆરીમાં દેખાયો: કયાં ગયું પાણી...?
January 09, 2025 12:05 PMજામનગરમાં મકરસંક્રાંતિ પર આ વખતે ઘણું નવું છે, પતંગો 30 ટકા મોંઘા ઉડશે
January 09, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech