રાજકોટ–ચોટીલા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ: ૨૦ કિમી લાંબી વાહનોની કતાર લાગી

  • January 06, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપર એક સામાન્ય અકસ્માતમાં મોટો ટ્રાફિક જામ સર્જાયો છે અને તેની પાછળ રોડ કોન્ટ્રેકટરની અણ આવડત હોવાની ચર્ચા ઉઠી છે.
ચોટીલા હાઇવે ઉપર જલારામ મંદિર સામે અપાયેલ ડ્રાઇવર્ઝન ઉપર જ એક પ્લાસ્ટિકનાં દાણા ની બોરી ભરેલ ટ્રક વહેલી સવારે પલ્ટી મારી ગયેલ હતી અને રોડ ઉપર ટ્રાફિક જામની પારાયણ શ થયેલ છે
જે સ્થળે ટ્રક પલ્ટી ખાધી છે. ત્યાં આગળ જ ચાર તરફનો વાહન વ્યવહાર ની આવન જાવન છે. ચોટીલાથી રાજકોટ તરફ જવાનાં રસ્તા ઉપર હજું આગળનાં નાળાનું કામ પુ થાય તે પહેલા જ જલારામ મંદિર આગળનું નાળુ રસ્તાનું કામ કરી રહેલ કોન્ટ્રેકટર દ્રારા તોડવાનું કામ હાથ ધરાયેલ જેથી આ રસ્તો બધં કરી જલારામ મંદિર સામે ડાઇવર્ઝન આપી એક જ રોડ ઉપર નાનુ એવું કટ આપી આવક જાવક એક જ રોડ ઉપર ડાઈવર્ટ કરાયેલ હતું અને આ અણ આવડત મોટો જામ ગમે ત્યારે કરશે તેવી દહેશત જે તે સમયે લોકો એ વ્યકત કરી હતી પરંતુ જાણે ચોટીલાનાં કોઇ જવાબદાર જ ના હોય તેમ કોઇ અધિકારીએ આ તરફ ધ્યાન આપેલ નથી.
સોમવારની સવારે રાજકોટ તરફ થી આવતી એક ટ્રકે ડાઇવર્ઝન ની ગોળાઈ ઉપર જ સવારે ૪:૩૦ ના અરસામાં પલ્ટી ખાઇ જતા પરોઢ થી ટ્રાફિક જામ શ થયેલ હતો અને આ જામમાં ઉતાવળા વાહન ચાલકોએ આડા અવળા થઈ ને નિકળી જવાની હોડ આદરતા મોટો ટ્રાફિક જામ સર્જાતા ૭ કીમી થી વધુનો જામ થઈ ઉઠતા પરિસ્થિતિ કન્ટ્રોલ વિહોણી બની ગયેલ છે. છેલ્લ  ૮ કલાક થી પોલીસ કવાયત કરી રહેલ છે તેમ છતા રસ્તો કિલયર કરાવવામાં સફળ થયેલ નથી અને હજારો વાહનો અને લોકો ફસાયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

રોડનું કામ કરનારની અણ આવડતે સર્જયો જામ?
ચોટીલા નજીક નેશનલ હાઈવેનાં ચાલતા સિકસ લાઈનની કામગીરી કરતા કોન્ટ્રાકટર અને એન્જીનીયર ની અણઆવડત છતી કરતો સૌથી મોટો ટ્રાફિક જામ આજે એક સામાન્ય અકસ્માતને કારણે સર્જાયો છે. કિમગીરી દરમ્યાન ખરેખર ટ્રાફિક શાખાના વિચાર વિમર્શ કરવા જોઈએ તેના બદલે પોતાને ઠીક લાગે તેમ કામ કરવા અને ડાઇવર્ઝન કાઢવાની મનમાનીનો ભોગ લોકો બન્યા હોવાનું અને મુશ્કેલીમાં હજારો લોકો મુકાયા તેવો તાલ સર્જાયો હોવાનો રોષ સ્થાનિકો તેમજ ફસાયેલા વાહનધારકોમાં દેખાયો હતો.


અનેક એમ્બ્યુલન્સ ફસાઇ, દર્દીની સ્થિતિ કપરી બની
લાબા લચક જામમાં આજે અનેક દર્દીઓ ફસાયા હતા અને ચારે તરફનાં ટ્રાફિકમાં અનેક બિમાર દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાયાનાં દ્રશ્યો જોવા મળેલ હતા ત્યારે આવી હાલત સર્જાવા પાછળ કોણ જવાબદાર અને તેની સામે પગલા ભરવાની કોઇની જવાબદારી ખરી તેવા સવાલો ફસાયેલા લોકો કરતા જોવા મળ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application