મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ ટેકસ વિભાગના નાયબ કમિશ્નર જીગ્નેશ નિર્મલની ટીમે છેલ્લા અઠવાડીયામાં લગભગ 55 કરોડથી વધુ રકમ વસુલી: જીઆઇડીસી દ્વારા ા.30 કરોડ ભરાયા
જામનગરના ઇતિહાસમાં કોર્પોરેશનની મિલ્કત અને પાણી વેરાની આવક લગભગ 75 થી 80 કરોડ જેટલી થાય છે, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશનને દોઢ અબજથી વધુ એટલે કે ા.153 કરોડની ગઇકાલે રાત્રે સુધીમાં આવક થઇ છે, ખાસ કરીને અઢી લાખ મિલ્કતોની ફરીથી આકારણી કરતા અને 100 ટકા વ્યાજ માફીની સ્કીમની મુદત વધારતા લોકોએ બાકી રહેલા પિયાનું ચુકવણું કર્યુ છે, જેમાં હાઉસટેકસમાં ા.123.03 કરોડની અધધધ આવક થઇ છે અને પાણી વેરામાં પણ કોર્પોરેશનને ા.30 કરોડ મળ્યા છે. ગયા વર્ષે 82.99 કરોડની આવક થઇ હતી, જેમાં લગભગ 90 ટકાનો વધારો થયો છે.
કોર્પોરેશનના ટેકસ વિભાગના નાયબ કમિશ્નર જીગ્નેશ નિર્મલે આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ખાસ કરીને જીઆઇડીસી તરફથી ા.30 કરોડની બાકી રહેલી આવક મળી છે. ખાસ કરીને ચતુરવર્ષીય આકારણી અઢી લાખ મકાનોની કરવામાં આવી હતી જેમાંથી ટેકસ વઘ્યો હતો અને હાઉસટેકસમાં 100 ટકા વ્યાજ માફીની સ્કીમ પણ કમાલ કરી ગઇ અને કોર્પોરેશનને પ્રથમ વખત હાઉસ ટેકસના જ 123.03 કરોડ ગઇકાલે રાત્રી સુધીમાં મળ્યા હતાં. રવિવારે પણ ટેકસ ભરવામાં લોકોની લાઇનો લાગી હતી.
ગયા વર્ષે છેલ્લી ઘડીએ સારી એવી આવક થતાં 82.99 કરોડ તીજોરીમાં જમા થયા હતાં, આ વર્ષે મ્યુ.કમિશ્નરે ટેકસ વિભાગને ા.100 કરોડનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે 53 ટકા વધુ આવક થઇ હતી, નાયબ કમિશ્નરની સાથે ટેકસ અધિકારી વિજય ભાંભોરની ટીમે વસુલાતની કામગીરીમાં ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ પણ કોર્પોરેશનની ટેકસની આવક વધે તે માટે ટેકસ વિભાગને પણ પત્ર લખ્યો હતો અને ચતુર વર્ષીય આકારણી ઝડપી બનાવીને લોકોને 100 ટકા વ્યાજ માફીનો લાભ આપવા જણાવ્યું હતું, જેને સફળતા મળી છે અને હવે વિકાસ કામોમાં કોર્પોરેશનને નાણાકીય તંગી નહીં રહે.
થોડા દિવસ પહેલા જામનગર શહેરના 3.06 લાખ મિલ્કત વેરામાંથી 1,05,656 મિલ્કત ધારકોએ 101.60 કરોડ રકમ કોર્પોરેશનમાં ભરી હતી, ત્યારબાદ તા.29ના રોજ 4 કરોડ, તા.30ના રોજ 7 કરોડની આવક થઇ હતી, લગભગ 41 કરોડની આવક સરકારી કચેરીઓના બીલની આખરી દિવસે થતાં કુલ 153 કરોડની આવક થઇ હતી, ફકત ફેબ્રુઆરી અને માર્ચ મહીનામાં જ આવકમાં ધરખમ વધારો થયો હતો, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, કરદાતાઓએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધો હતો, પરંતુ વારંવાર અપીલ કરવા છતાં પણ વેરો ન ભરનારાઓ પાસેથી વ્યાજ સહિત રકમ વસુલ કરવામાં આવશે, પાછલા બાકી વેરા પેટે લોકોએ 15 કરોડની વ્યાજ માફી મેળવી છે અને 70 કરોડની રકમ ભરી છે. મહાપાલિકા દ્વારા વિવિધ સિવીલ સેન્ટરો, મોબાઇલ ટેકસ વાનની પણ સગવડતા કરવામાં આવી હતી અને ઓનલાઇન ટેકસ ભરવા માટેની સુવિધાનો લાભ પણ અનેક લોકોએ લીધો હતો.
ખાસ કરીને જીઆઇડીસીના વર્ષોથી વેરો બાકી હતો, જેમાં માર્ચ મહીનામાં જ ા.30 કરોડની આવક થતાં કોર્પોરેશનની આવકમાં સારો એવો વધારો થયો છે અને કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત પાણી અને મિલ્કત વેરાની 153 કરોડની માતબર આવક થઇ છે તે માટે મ્યુ.કમિશ્નરે પણ ટેકસ અધિકારીઓની પ્રશંસા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆટકોટ કેડીપી હોસ્પિટલ દ્રારા ગળામાં માછલીનો કાંટો ફસાતા સફળ ઓપરેશન
November 19, 2024 10:30 AMસોમનાથનું આયુષ્યમાન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાથી બંધ
November 19, 2024 10:28 AMમોટી પાનેલીની કુમકુમએ રચ્યો ઈતિહાસ લશ્કરમાં જોડાનારી ગામની પ્રથમ દીકરી
November 19, 2024 10:25 AMવડિયા પોલીસે મોરવાડા ગામની સીમમાંથી ૩૯૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો
November 19, 2024 10:00 AMગિરનાર પરિક્રમાના ગેઇટ વહેલા ખોલાતા ધર્મક્ષેત્ર પિકનિક પોઇન્ટ બની ગયું
November 19, 2024 09:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech