ભાવનગરમાં સમર્થકોની વિશાલ રેલી યોજી યુવરાજસિંહ જાડેજા એસ.પી.કચેરી પહોંચ્યા

  • April 21, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભીડભંજન મહાદેવના દર્શન કરી યુવરાજસિંહે આશીર્વાદ લીધા


ભાવનગરના ચકચારી ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડના આરોપીઓ પાસેથી મોટી રકમ પડાવી હોવાના શિક્ષક બીપીન ત્રિવેદીના આક્ષેપનો જવાબ આપવા માટે ભાવનગર એસ.ઓ.જી.એ પાઠવેલ સમન્સનો જવાબ આપવા યુવરાજસિંહ આજે ભાવનગર આવી પહોંચ્યા હતા.પોલીસ સમક્ષ હાજર થવા આવેલા યુવરાજસિંહના સમર્થનમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


 ભાવનગર આવી પહોંચ્યા બાદ યુવરાજસિંહ આજે વહેલી સવારે શહેરના ભીડભંજન મહાદેવ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો,ક્ષત્રિય સમાજના લોકો તેમજ સમાજની મહિલાઓના સમર્થન સાથે રેલી સ્વરૂપે એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા અને એસ.ઓ.જી. કચેરી ખાતે હાજર થયા હતા.


જબરજસ્ત રેલી સાથે એસ.પી. કચેરી જવા નીકળેલા યુવરાજસિંહનું માર્ગમાં વિદ્યાર્થીઓ અને સમર્થકો દ્વારા સ્વાગત કરાયું હતું. એસ.પી. કચેરીએ પહોંચ્યા બાદ તેઓ પોલીસ અધિકારી સમક્ષ હાજર થયા હતા, પોલીસે પણ બંધ બારણે યુવરાજસિંહની પૂછપરછ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application