યુટ્યુબર્સ અને ટ્રાવેલ બ્લોગર્સ મોટી સંખ્યામાં આવે છે જેને કારણે તીર્થયાત્રીઓને મુશ્કેલીઓ ઊભી થાય છે

  • June 01, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચારધામ યાત્રામાં શ્રધ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો



ઉત્તરાખંડના ચારધામ મંદિરોમાં તીર્થયાત્રીઓનો ધસારો તેમની ક્ષમતા કરતા અનેક ગણો વધારે છે, એમ પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે બુધવારે જણાવ્યું હતું અને શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે તેઓ તેમની મુલાકાતે મોડેથી આવે કારણ કે યાત્રા નવેમ્બર સુધી ચાલુ રહેશે.




કેદારનાથ ૨૫ એપ્રિલે ખુલ્યું ત્યારથી છ લાખથી વધુ યાત્રાળુઓએ મુલાકાત લીધી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયના જણાવ્યા અનુસાર, ૨૭ એપ્રિલે ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી બદરીનાથમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા છે.




કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, ધસારાના કારણે તમામ પ્રકારની અસુવિધા થઈ રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન મુશ્કેલ બની ગયું છે. મંદિરો સુધીના ટ્રેક રુટ ઘણીવાર જામ થઈ જાય છે અને યાત્રાળુને સરળતાથી દર્શન થતાં નથી. તેમણે ઉમેર્યું હતું કે ઘણા યાત્રાળુઓ માને છે કે આ યાત્રા મે-જૂન મહિના માટે જ છે.




સપ્ટેમ્બરના મધ્ય પછી મંદિરોની મુલાકાત લેવી એ યાત્રા માટેનો આદર્શ સમય છે કારણ કે હવામાન સારું હોય છે. તેથી યાત્રાળુઓ અસુવિધા ટાળવા માટે ત્યારે મંદિરોની મુલાકાત લઈ શકે છે, “કુમારે કહ્યું. તેમણે હિમાચલ પ્રદેશ, પંજાબ અનેહરિયાણાથી ગંગોત્રી અને યમુનોત્રી માટે જનારા તીર્થયાત્રીઓને પણ વારંવાર ટ્રાફિક જામ થઇ જતા મસૂરીનો માર્ગ ન લેતા વિકાસનગર, નૈનબાગ અને દમતા થઈને આવવા જણાવ્યું. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ તીર્થયાત્રીઓને અપીલ કરી છે કે તેઓ હવામાન અપડેટ્સ લીધા પછી જ ચારધામ મંદિરોની તેમની યાત્રા પર આગળ વધે જેથી તેમને રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવામાન કચેરીએ મંગળવારે ત્રણ દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું હતું, જેમાં અનેક સ્થળોએ ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી હતી.



અજયે જણાવ્યું હતું કે, “સરેરાશ ૨૦,૦૦૦થી વધુ તીર્થયાત્રીઓ કેદારનાથ અને બદરીનાથની દરરોજ મુલાકાત લઈ રહ્યા છે જ્યારે તેમની પ્રતિદિન ક્ષમતા ૧૦,૦૦૦ જેટલી હોવી જોઈએ. “મંદિરોની મુલાકાત લેનારા તીર્થયાત્રીઓ ઉપરાંત યુટ્યુબર્સ અને ટ્રાવેલ વ્લોગર્સ પણ મોટી સંખ્યામાં આવે છે જેને કારણે પણ તીર્થયાત્રીઓને મુશ્કેલીઓ ઊભી થાય છે, કેમકે તેઓ ગમે ત્યારે ગમે ત્યાં ગીત કે નૃત્ય કરે છે, જે મંદિરો સાથે સંકળાયેલી ધાર્મિક પરંપરાઓ પ્રત્યે સંપૂર્ણ અવગણના દર્શાવે છે. આ પણ “હિમાલયના મંદિરો પર આવેલી આપત્તિ છે. એમ તેમણે કહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application