જાણીતી ટીવી અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર સામે ઝઝૂમી રહી છે. જોકે, કેન્સરની સારવાર દરમિયાન પણ તેણે કામમાંથી બ્રેક લીધો નથી. તેણીની સમસ્યાઓને બાજુ પર રાખીને હિંમતભેર તેણીના કાર્ય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી રહી છે. હાલમાં જ 36 વર્ષની અભિનેત્રી દુલ્હનના અવતારમાં જોવા મળી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હિના ખાન બની દુલ્હન
કીમોથેરાપી જેવી અઘરી સારવાર છતાં હિના ખાન કામમાંથી બ્રેક લઈ રહી નથી. તે સતત કામ કરી રહી છે. તાજેતરમાં તેણે રેમ્પ વોક કરીને ચાહકોને દંગ કરી દીધા હતા. હાલમાં જ હિના ખાન દુલ્હન તરીકે જોવા મળી હતી. રેડ ડ્રેસ, હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેક-અપ પહેરીને તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું.
અભિનેત્રી તાકાત સાથે સમસ્યાઓનો કરે છે સામનો
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રેમ્પ વોકનો વીડિયો શેર કર્યો છે.
આ સાથે તેણે એક ઈમોશનલ નોટ પણ લખી છે. કેપ્શનમાં, અભિનેત્રીએ કહ્યું, મારા પિતા હંમેશા કહેતા હતા, હાય ડેડીની મજબૂત દિકરી, ક્યારેય બાળકની જેમ રડતી નહી, તારી સમસ્યાઓ વિશે ક્યારેય ફરિયાદ ન કરતી, તારા જીવન પર નિયંત્રણ રાખજે, ગર્વથી ઉભા રહીને તેનો સામનો કરજે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રીએ આગળ લખ્યું, "તેથી મેં ચિંતા કરવાનું બંધ કરી દીધું છે. બાકીનું અલ્લાહ પર છોડી દીધું છે. તે મહેનત જુએ છે અને આપણી પ્રાર્થનાઓ પણ સાંભળે છે. આ સરળ ન હતું પરંતુ હું મારી જાતને કહું છું કે આગળ વધતીરે હીના, ક્યારેય રોકાતી નહિ. કાલ રાતની વાત છે, હું ઘણા સમય પછી દુલ્હનની જેમ તૈયાર થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech