જૂનાગઢના યુવાનની દારૂની બાતમી આપ્યાની શંકાએ મિત્રના હાથે હત્યા

  • March 06, 2023 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુવાન રાત્રે કામ છે તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ છત્રાસા ગામ પાસે લાશ મળી: બોથડ પદાર્થના ઘા ફટકારી,ગળું દબાવી હત્યા કર્યાનો પીએમ રિપોર્ટ: હત્યારાને ઝડપી લેવા તપાસનો ધમધમાટ




જૂનાગઢમાં રહેતા યુવાનની પાટણવાવના છત્રાસા ગામ પાસે ગળાટૂંપો આપી તથા બોથડ પદાર્થના ઘા ફટકારી હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવ અંગે યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં શકદાર તરીકે તેના પુત્રના મિત્ર દારૂના અરજણ રબારીનું નામ આપ્યું છે. દારૂની બાતમી આપી હોવાની શંકાએ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની શંકા દર્શાવવામાં આવી છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી હત્યારાને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.



હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી અને જુનાગઢ તાલુકાની બોર્ડર પર આવેલા છત્રાસા ગામથી બંટીયા ગામ તરફ જવાના રોડ પર શુક્રવારે રાત્રિના યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ થતા પાટણવાવ પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો. બીજી તરફ પોલીસની તપાસમાં જેની લાશ મળી આવી હતી તેનું નામ વિજય મનસુખભાઈ ચાવડા (ઉ.વ ૨૧) હોવાનું અને તે જુનાગઢના ગ્રોફેડ મીલ સૌભાગ્ય વાડી પાસે રહેતો હોવાનું માલુમ પડું હતું જેથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી.





બીજી તરફ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડો હતો જેના પ્રાથમિક રિપોર્ટમાં યુવાનનું મોત ગળું દબાવાથી અને બોથડ પદાર્થના ઘા ફટકરવાથી થયું હોવાનું માલુમ પડતા બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ્ર થયું હતું. ત્યારબાદ આ મામલે મૃતકના પિતા  મનસુખભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ ૪૭) દ્રારા પાટણવાવ પોલીસ મથકમાં પોતાના પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં શકદાર તરીકે દારૂના અરજણ કરમટા (રબારી) નું નામ આપ્યું છે.





યુવાનના પિતા મનસુખભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓને સંતાનમાં બે પુત્ર છે જેમાં મોટો ભાવેશ (૨૫) અને વિજય (૨૧) નાનો હતો. વિજયે એકાદ વર્ષ પૂર્વે જૂનાગઢના દાતાર રોડ પર રહેતા રાજુભાઈ ખેંગારની દીકરી રિધ્ધિ સાથે પ્રેમ લ કર્યા હતા.





ગત તારીખ ૩૩ ના સાંજના ફરિયાદી તથા તેમના પત્ની મજૂરી કામ માટે ગયા હતા. રાત્રિના ઘરે આવ્યા બાદ સવારે તેમણે પુત્રવધુને પૂછયું હતું કે, વિજય કેમ આવ્યો નથી જેથી પુત્રવધુ રિધ્ધિએ કહ્યું હતું કે, ગઈકાલ રાતના ૯:૩૦ વાગ્યે કામ છે તેમ કહી તે ઘરેથી બાઈક લઈને ગયા બાદ રાત્રે પરત ફર્યા નથી અને તેમનો ફોન પણ બધં આવે છે. બાદમાં વિજયનો સંપર્ક કરવા તેને સતત ફોન કર્યા હતા પરંતુ તેનો ફોન બધં આવતો હતો. દરમિયાન રાત્રિના નવેક વાગ્યે પાટણવાવ પોલીસે વિજયના ફોનમાંથી ફોન કરી જણાવ્યું હતું કે, વિજયનું બાઈક છત્રાસા ગામે બંટીયા રોડ તરફ થી મળી આવ્યું છે જેથી ફરિયાદી અહીં પહોંચતા વિજયનું બાઈક અહીંથી મળી આવ્યું હતું તેમજ વિજય પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેના શરીર પર ઇજાના નિશાનો હતા બાદમાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડયો હતો જેનો રિપોર્ટ આવ્યા બાદ પુત્રની હત્યા થયાનું સ્પષ્ટ્ર થયું હતું.





ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે વિજય નો મોબાઇલ ચેક કરતા રાત્રે તેની પત્ની રિધ્ધિએ તેને વોઈસ મેસેજ કર્યેા હોય જેમાં દાનાનો ફોન આવ્યો હતો તેને કઈં કામ છે તમાં તેઓ મેસેજ હોય જેથી ફરિયાદીએ પુત્રવધુને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે રાત્રે ૧૨:૩૦ વાગ્યે દાનાનો ફોન આવ્યો હતો અને તેણે મને પૂછયું હતું કે વિજય કયાં છે જેથી મેં વિજયને ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોય મેં આ મેસેજ કર્યેા હતો.





ફરિયાદી વધુમાં કહ્યું હતું કે મારા પુત્ર વિજયની દારૂના અરજણ કરમટા સાથે બેઠક હોય અને તે તેનો મિત્ર હતો.આ દાના તથા તેના કોઈ મિત્રનો દા પકડાયો હોય જે વિજય પકડાવ્યો હોવાની શંકા રાખી દારૂનો તેને શોધતો હતો અને તેણે જ વિજયની હત્યા કરી નાખી હોવાની શંકા દર્શાવી હતી. જેથી આ મામલે પોલીસે આઈપીસીની કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી શકદાર દારૂના અરજણ કરમટાને ઝડપી લેવા માટે શોધખોળ શ કરી છે. આરોપી હાથ લાગ્યા બાદ જ હત્યાનું સાચું કારણ અને કઈ રીતે હત્યા કરવામાં આવી સહિતની વિગતો સામે આવશે. આ મામલે વધુ તપાસ પાટણવાવ પોલીસ મથકના પીએસઆઇ વી.કે.કોઠીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application