21 મી જૂન 2023 એટલે 9મો વિશ્વ યોગ દિવસની જોડિયા તાલુકાના કેશિયા ગામે ઉજવણી કરવામાં આવી હતી

  • June 21, 2023 06:11 PM 

21 મી જૂન 2023 એટલે 9મો વિશ્વ યોગ દિવસ ની જોડિયા તાલુકાના કેશિયા ગામે ઉજવણી કરવામાં આવી હતી...............

જોડિયા તાલુકાના કેશિયા ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામક શ્રી રાજકોટ તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ આજરોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાનું મેઘપર અને સરકારી આયુર્વેદ દવાખાનુ સુમરા (ધ્રોલ) તેમજ કેશિયા ગ્રામ પંચાયત સંચાલિત હાઇસ્કુલ અને શ્રી કેશિયા તાલુકા શાળા ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી નું આયોજન કેશિયા ગ્રામ પંચાયત સંચાલિત હાઇસ્કુલ ના વીશાળ મેદાનમાં કરવામાં આવ્યું હતું.........................

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય જયશ્રીબેન માવજીભાઈ ગોધાણી, મેડિકલ ઓફિસર ડોક્ટર અમીષાબેન પટેલ , મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન મહેતા, યોગ ટ્રેનર જોસનાબેન ગોધાણી તેમજ કેશીયા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ અને કેશીયા તાલુકા શાળા ના આચાર્ય અને શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત અતિથિઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવેલ છે. ત્યારબાદ ડોક્ટર અમીષાબેન તથા ડોક્ટર કેતન મહેતા દ્વારા અષ્ટાંગ યોગ, યોગ અને આસન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ યોગ ટ્રેનર જોસના બેન ગોધાણી દ્વારા પ્રોટોકોલ મુજબ યોગ સેશન લેવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં યોગથી થતા ફાયદાઓ ની પત્રિકાઓ, રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ ઉકાળા અને સંશમવટી લાભાર્થીને આપવામાં આવી હતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application