અમદાવાદના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. જેમાં લાખો ભક્તો જોડાયા થયા છે. જગન્નાથ મંદિરમાં રથયાત્રાના પ્રારંભ પહેલા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. રથયાત્રા પહેલા તેમણે મંગળવારે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંદિરે પહોંચીને ભગવાનની આરતી કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પ્રભુ જગન્નાથ તેમજ તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી માટે રસ્તો સાફ કર્યો હતો.
હંમેશની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો હતો. પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલ દાડમ, જામુન, મગ અને ચોકલેટનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાનની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.
જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ અંગે અમદાવાદ પોલીસના જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રા માટે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. 15,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મોનિટરિંગ માટે સીસીટીવી અને ડ્રોન જેવી ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
7 જુલાઈ એટલે કે અષાઢી દ્વિતિયાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કાઢવામાં આવી છે. આજે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સફાઈ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ 12મીથી 16મી સદીની વચ્ચે શરૂ થયો હતો. તેના મૂળ વિશે ઘણી વાર્તાઓ અને માન્યતાઓ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech