વિશ્વએ જોઈ ભારતની તાકાત, મેડ ઈન ઈન્ડિયા હથિયારોથી દુશ્મનો ચિંતામાં

  • January 27, 2023 05:02 PM 

સમગ્ર વિશ્વએ ભારતનો સાંસ્કૃતિક વારસો અને સૈન્ય શકિતની ઝલક જોઈ. પરેડમાં મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જૂન, નાગ મિસાઇલ સિસ્ટમ, આકાશ એર ડિફેન્સ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને કિવક રિએકશન ફાઈટિંગ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવ્યું.
પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્યપથ પર દેશની આન–બાન–શાનનો શાનદાર નજારો જોવા મળ્યો. રક્ષા ક્ષેત્રની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વએ ભારતનો સાંસ્કૃતિક વારસો અને સૈન્ય શકિતની ઝલક જોઈ. પરેડમાં મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જૂન, નાગ મિસાઇલ સિસ્ટમ, આકાશ એર ડિફેન્સ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને કિવક રિએકશન ફાઈટિંગ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવ્યું.

એમબીટી અર્જૂન ત્રીજી જનરેશનની બેટલ ટેન્ક છે. અર્જૂન ટેન્ક શ્રે અિ શકિત, હાઈ મોબિલિટી અને ઉત્તમ સુરક્ષા સાથે અત્યાધુનિક ટેન્ક છે. તેમાં ૧૨૦ ની બંદૂક છે, જે ટેન્કમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ કવચને પરાસ્ત કરી શકે છે. આકાશ એર ડિફેન્સ મિસાઈલ એક અધતન વેપન સિસ્ટમ છે. તેને ડીઆરડીઓ દ્રારા વિકસિત કરવામાં આવી છે. આકાશ એર ડિફેન્સ મિસાઈલ ૩૦ કિલોમીટર દૂર અને ૧૮,૦૦૦ મીટર ઉંચાઈ સુધી ટાર્ગેટ કરી શકે છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને ભારત અને રશિયાએ સાથે મળીને બનાવી છે. તેને જમીન, પાણી અને હવા કોઈ પણ જગ્યાથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિસાઈલ પણ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. તેની રેન્જ ૩૦૦થી ૫૦૦ કિલોમીટર સુધી છે.
કે–૯ બજ્ર હોવિત્ઝરની મારક ક્ષમતા ખુબ જ સારી છે. ફાયર બાદ તે પોતાની જગ્યા તરત જ બદલી દે છે. આ કારણે જ તે દુશ્મનની જવાબી કાર્યવાહીથી પણ બચી શકે છે. કે–૯ વજ્રની મારકક્ષમતા ૩૮ કિલોમીટર સુધી છે. કે–૯ તોપના પ્રહારથી દુશ્મનનું બચવુ અસંભવ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application