મહિલા IPL : Viacom18 એ 5 વર્ષ માટે 951 કરોડમાં મીડિયા રાઈટ્સ ખરીદ્યા

  • January 16, 2023 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા IPLની તૈયારીઓમાં લાગેલા BCCIએ આ T20 લીગના મીડિયા અધિકારો 951 કરોડ રૂપિયામાં Viacom18ને વેચી દીધા છે. આ ડીલ બાદ બોર્ડને મહિલા IPLમાંથી પ્રતિ મેચ 7.09 કરોડ રૂપિયાની કમાણી થશે. BCCI સેક્રેટરી જય શાહે સોમવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. આ ડીલ 5 વર્ષ (2023-27) માટે કરવામાં આવી છે.

વાયકોમને અભિનંદન આપતાં બીસીસીઆઈ સેક્રેટરીએ લખ્યું, 'વિમેન્સ આઈપીએલ રાઈટ્સ ખરીદવા બદલ Viacom18 તમને અભિનંદન. બીસીસીઆઈ અને બીસીસીઆઈ મહિલાઓમાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર. વાયાકોમે રૂ. 951 કરોડનું વચન આપ્યું છે, જે મુજબ આગામી 5 વર્ષ (2023-27) માટે તેને પ્રતિ મેચ 7.09 કરોડ મળશે. મહિલા ક્રિકેટ માટે આ મોટી રકમ છે.
​​​​​​​

તેણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, 'પે-ઇક્વિટી પછી, મહિલા IPL અધિકારો માટે આજની હરાજી વધુ એક ઐતિહાસિક નિર્ણય છે. મહિલા ક્રિકેટના સશક્તિકરણમાં આ એક મોટું અને નિર્ણાયક પગલું છે. જે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે. હકીકતમાં તે એક નવી સવારની શરૂઆત છે.

BCCIએ મહિલા IPL ટીમો ખરીદવા માટે 3 જાન્યુઆરીએ ટેન્ડર બહાર પાડ્યા હતા. બીસીસીઆઈએ આ વર્ષથી મહિલા આઈપીએલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ લીગની પ્રથમ સિઝનમાં કુલ 5 ટીમો રમતી જોવા મળશે. મહિલા IPL શરૂ કરવાનો નિર્ણય BCCI દ્વારા ગયા વર્ષે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જોકે આ લીગની સત્તાવાર તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application