જામનગરમાં બે રીક્ષાની ટકકરમાં એક મહિલાનો પગ ભાંગ્યો

  • October 12, 2023 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષામાં બેઠેલા મહિલાને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા તેણીએ રિક્ષા ચાલક વિરૂધ્ધ સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. સુભાષ શાક માર્કેટ પાસે સુપર ચેરી સીએનજી ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવી એકટીવા અને મેકસીને ઠોકર મારતા બે યુવકને ઇજા પહોચી હતી, જયારે ચંગા પાટીયા પાસે બે દિવસ પહેલા સર્જા્યેલા અકસ્માતમાં એકસયુવી કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. 



જામનગરશહેરના નાગરપરા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતાં પુનિતાબેન  જગદીશભાઈ ઝાલા નામના મહિલા ગત તા. ૭.૧૦.૨૦૨૩ના રોજ પોતાના ઘરેથી કામ કરવા માટે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે આર. આર. મેગા મોલની પાછળ, ગગન પાન મંચ પાસે પહોંચ્યા હતાં ત્યારેસામેથી  પુરઝડપે આવતી રિક્ષા  નં જીજે-૦૩-એ.ડબલ્યુ-૮૧૫૨ના ચાલકે બેદરકારીથી ચલાવી રિક્ષાને ઠોકર મારતાં રિક્ષામાં સવાર પુનિતાબેનને જમણા પગે અસ્થિભંગની ઈજાઓ  પહોંચતાં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.



અકસ્માતના બીજા બનાવમાં જામનગરના પીલુડી શેરીમાં રહેતા સલીમ કેળાવાલા હા‚નભાઇ (ઉ.વ.૪૩) એકટીવા લઇ ગત તા. ૨૮ના સુભાષ શાક માર્કેટ રોડની બાજુમાં ઉભા હતા, સાહેદ નિરવ ચૌહાણ પોતાની કારગો મેકસીમાંથી કેળાના રેકેટ ઉતારતા હતા એ વેળાએ સુપર ચેરી ગાડી નં. જીજે૩બીવાય-૦૨૬૪ના ચાલકે પુરઝડપે ચલાવી ફરીયાદીને તથા સાહેદના વાહન સાથે ભટકાડી બંનેને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી હતી અને એકટીવામાં નુકશાન કર્યુ હતું, સલીમભાઇએ આ અંગે સફેદ કલરની સુપર ચેરી ગાડીના ચાલક સામે ફરીયાદ કરી હતી.


અન્ય બનાવમાં ગત તા. ૧૦ના રોજ ચંગા પાટીયા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં દંપતિનું મૃત્યુ અને ત્રણને ઇજા થઇ હતી, આ બનાવમાં દોઢીયા ગામમાં રહેતા ગૌતમ કાંતીભાઇ મેંદપરા (ઉ.વ.૨૪)એ મહીન્દ્રા એસયુવી કાર નં. જીજે૫આરઇ-૭૦૭૮ના ચાલક પરિમલ પટેલ રહે. જામનગરની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. કારચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી સામેથી આવતી ફરીયાદીની વેન્યુ કારને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application