જામનગરમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ

  • October 10, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં વુલનમીલ ફાટક પાસે, જોગણીનગરમાં એક મકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવે છે, એવી હકીકત આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડી એક મહિલાને ૧૩૦ ગ્રામ ગાંજા, રોકડ અને મોબાઇલ સાથે અટકાયત કરી હતી, તપાસ દરમ્યાન ધરારનગરના શખ્સનું નામ ખુલ્યુ હતું. 



રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એનડીપીએસના કેસો કરવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ, જે અનુસંધાને જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવગા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.



દરમ્યાન સ્ટાફના રાજેશભાઇ મકવાણા, હર્ષદકુમાર ડોરીયા, સંદીપભાઇ ચુડાસમાને ખાનગી બાતમી મળેલ કે વુલનમીલ ફાટક પાસે, બાવરી વાસમાં રહેતી શાંતાબેન કિશોર કોળી પોતાના રહેણાંક ઝુપડામાં બહારથી ગાંજો મંગાવી તેનું વેચાણ કરે છે, જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી મહિલા ગેરકાયદે માદક પદાર્થ ગાંજો ૧૩૦ ગ્રામ, કિ. ૧૩૦૦, મોબાઇલ અને ગાંજા વેચાણના  ૪૪૮૦નો મુદામાલ મળી કુલ ૬૨૮૦ સાથે પકડી પાડી મહિલા વિરુઘ્ધ સીટી-સી ડીવીઝનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



મુળ પાલનપુરની હાલ જોગણીનગરમાં રહેતી મહિલા ગાંજાનો વેપાર કરતા ઝપટમાં આવી હતી, પુછપરછ દરમ્યાન ધરારનગરના અવધેશકુમાર અને તપાસમાં જે નામ ખુલે તે સહિતની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application