હવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ

  • September 19, 2024 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગૂગલ તેના ગ્રાહકોને અનેક પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે. દરરોજ કરોડો લોકો ગૂગલની વિવિધ સેવાઓનો ઉપયોગ કરે છે. ટેક જાયન્ટ હવે તેના યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી ફીચર લાવવા જઈ રહ્યું છે. ગૂગલના આ ફીચરની મદદથી તમે AI જનરેટેડ ફોટોઝને ખૂબ જ સરળતાથી ઓળખી શકશો. ગૂગલના આ ફીચરની મદદથી સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો દ્વારા છેતરપિંડી અને કૌભાંડને રોકવામાં પણ મદદ મળશે.


ગૂગલના આ ફીચરને લઈને છેલ્લા કેટલાક સમયથી લીક્સ સામે આવી રહ્યા છે. જો લીક્સની વાત માનવામાં આવે તો કંપની આ ફીચરને અબાઉટ ધીસ ઈમેજ નામ સાથે રજૂ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે જે ફોટો ઓળખવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. ફોટો ક્લિક કરવા પર, યુઝર્સને ફોટો વિશેનો ઓપ્શન મળશે.

ફોટોના સ્ત્રોતને સરળતાથી ટ્રેક કરવામાં આવશે


Google નું અબાઉટ ધીસ ઈમેજ ફીચર તે ઈમેજની વિગતોને મેટાડેટા દ્વારા વેરીફાઈ કરે છે અને તે ફોટોના સોર્સને ટ્રેક કરે છે. આ ફીચર દ્વારા યુઝર્સ ગૂગલની મદદથી કોઈપણ ફોટોની ઓરીજીનલ ઇન્ફોર્મેશન સીધી મેળવી શકશે. આની મદદથી યુઝર્સ ફોટાનો ઓરીજનલ સોર્સ જાણી શકશે.


ઉદાહરણ તરીકે જો તમે કોઈ સેલિબ્રિટીનો ફોટો ઑનલાઇન જુઓ છો, તો તમે તે ફોટાપર ક્લિક કરી શકો છો અને અબાઉટ ધીસ ઈમેજ પર જઈ શકો છો. આ પછી તે ફોટાની હકીકત ચકાસી શકશો. અત્યારે આ ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં છે પરંતુ કંપની તેને જલ્દી જ રોલ આઉટ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application