શું વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમી શકશે?

  • December 22, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલા સ્વદેશ પરત ફર્યો છે. કૌટુંબિક ઈમરજન્સીના કારણે કોહલીને ભારત પરત ફરવું પડયુ હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. કોહલી હાલમાં જ દક્ષિણ આફ્રિકા પહોંચ્યો હતો. વિરાટ ત્રણ દિવસીય ઈન્ટ્રા સ્ક્વોડ મેચનો ભાગ નહોતો. ટીમ મેનેજમેન્ટની પરવાનગી લીધા બાદ તે 3 દિવસ પહેલા મુંબઈ પરત ફર્યો હતો. ભારતીય ટીમ પ્રિટોરિયામાં ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમી રહી છે. જેમાં શુભમન ગીલે સદી ફટકારી હતી અને યશસ્વી જયસ્વાલે અર્ધસદી ફટકારી હતી.

મળતી માહિતી અનુસાર વિરાટ કોહલીના ઘરમાં કઈ ઈમરજન્સી સર્જાઈ છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ તે શુક્રવારે (23 ડિસેમ્બર) દક્ષિણ આફ્રિકા પહોંચશે. આથી એમ માની શકાય કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની બંને ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. નોંધનીય છે કે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમની નજર દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા પર છે. વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application