દાદી શર્મિલા ટાગોરના રસ્તે ચાલશે સારા ?, શુભમન ગીલ સાથેના સબંધો પર આપ્યું મોટું નિવેદન

  • June 07, 2023 07:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જરા હટકે જરા બચકેની સફળતાનો આનંદ માણી રહી છે. હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં સારાની સાથે વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. સારા તેની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. સારા કે શુભમને હજુ સુધી ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સારાએ પોતાની દાદી જેવી ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા આપી છે.


સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, સારાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે.


આના જવાબમાં સારાએ કહ્યું- તે વ્યક્તિ ક્રિકેટર કે બિઝનેસમેન હોઈ શકે છે, પરંતુ તેણે માનસિક અને બૌદ્ધિક રીતે મારી સાથે મેળ ખાવો જોઈએ. મને લાગે છે કે હું જે પ્રકારની વ્યક્તિ છું, મને નથી લાગતું કે તેણે મારા જીવનસાથી બનવા માટે ક્રિકેટર, બિઝનેસમેન, ડૉક્ટર હોવું જરૂરી છે. પરંતુ સત્ય એ છે કે મારા માનસિક સ્તર પર મેળ ખાવો જરૂરી છે.

જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે શું તે હાલમાં ભારતીય ટીમમાંથી કોઈને ડેટ કરી રહી છે, તો તેણે કહ્યું - તે હજુ સુધી તે વ્યક્તિને મળી નથી જેની સાથે તે સેટલ થઈ શકે.

સારા અને શુભમન ગિલના ડેટિંગની અફવાઓ ત્યારેથી આવવા લાગી હતી જ્યારે બંને ઘણી વખત ડિનર પર સાથે જોવા મળ્યા હતા. જોકે તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application