તાજેતરમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણમાં જોડાયા હતા. અંબાતી રાયડુ આંધ્ર પ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ માત્ર 8 દિવસ બાદ તેણે પોતાના નિર્ણયથી સૌ કોઇને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જીહા,વાસ્તવમાં અંબાતી રાયડુએ રાજકારણમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. આ માટે ખૂદ ક્રિકેટર અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે આંધ્ર પ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી છોડવાના નિર્ણય સાથે થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
હવે સવાલ એ ઉદભવે છે કે સૌ પ્રથમ ખૂદ અંબાતી રાયડુ રાજકારણમાં પ્રવેશ્યા અને માત્ર આઠ દિવસના સમયમાં તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય પણ કરી લીધો. ત્યારે આખરે એવું તે શું થયું કે આઠ દિવસમાં રાજકારણમાંથી અંબાતી રાયડુએ બ્રેક લઇ લીધો. તો આપને જણાવી દઇએ કે અંબાતી રાયડુ ક્રિકેટના મેદાન પર જોવા મળશે. ક્રિકેટ જ કારણ હોવાને લીધે તેમણે ગણતરીના દિવસોમાં રાજકારણને અલવિદા કહી દીધું.
આપને જણાવી દઇએ કે,અંબાતી રાયડુ યુએઇ લીગ આઇએલટી20માં રમશે. અંબાતી રાયડુ આ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરશે. આથી, અંબાતી રાયડુએ એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં અંબાતી રાયડુએ લખ્યું છે કે તે દુબઈમાં 20 જાન્યુઆરીથી આગામી આઇએલટી20માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. આ માટે તેઓ વ્યવસાયિક રમતો રમતી વખતે રાજકીય રીતે બિન-સંબંધિત હોવું જરૂરી માને છે. વાસ્તવમાં, અંબાતી રાયડુના નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા, કારણ કે તે માત્ર 8 દિવસ પહેલા જ રાજકારણમાં જોડાયો હતો.
તમને જણાવી દઈએ કે ILT20 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી એમઆઈ એમિરેટ્સ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ દુબઈ કેપિટલ્સ સામે રમશે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે, જ્યારે સિઝનમાં કુલ 34 મેચો રમાશે. ILT20ની ફાઈનલ 17 ફેબ્રુઆરીએ રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech