આમાં કેમ માનવું કે ગુજરાતમાં છે દારૂબંધી ? : રાજકોટમાં નશામાં ચકચૂર વ્યક્તિ ટ્રકની સામે બેસી કર્યા નાટક, જુઓ Video... 

  • April 08, 2023 10:55 AM 

આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ માત્ર કાગળ પર જ છે તેવું કહેવું પણ જરા પણ ખોટું નથી. કારણ છે, રોજબરોજ સોશિયલ મીડિયામાં ગુજરાતના દારૂડિયાઓના વાયરલ થતાં વીડિયો... 


રોંજીદા એક એવો વીડિયો તો તમે ચોક્કસ જોયો જ હશે જેમાં ક્યાંક કોઈ વ્યક્તિ દારુ પીવે છે તો કોઈ વ્યક્તિ દારુ પીને દંગલ કરે છે. ગુજરાતમાં જાણે હવે આ સામાન્ય ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ ખાસ કરીને રાજકોટમાં દારૂડિયાઓ ખુલ્લેઆમ દંગલ કરતા હોય તેવા અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે જે છે શહેરના ભાવનગર રોડ પરનો. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નશામાં ચૂર આ વ્યક્તિ ટ્રકની સામે બેસી ગયો અને દંગલ મચાવ્યું. દારૂડિયાઓના ત્રાસને લઇને સામાન્ય લોકોને હવે શહેરમાં દિવસે નીકળવું  પણ જાણે અઘરું બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application