પુરુષ હોય કે સ્ત્રી, ન્યાયાધીશને 'સર' તરીકે સંબોધવું જોઈએ : ચીફ જસ્ટીસ સોનિયા ગોકાણી

  • February 25, 2023 01:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારથી અદાલતમાં ન્યાયાધીશોને કેવી રીતે સંબોધવામાં આવે તે અંગે ચર્ચા ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે ચર્ચા કરી હતી. ન્યાયાધીશોને 'માય લોર્ડ્સ' અથવા 'યોર ઓનર તરીકે સંબોધિત કરી શકાય કે કેમ તે સિવાય, ન્યાયાધીશોના લિંગ આધારે સંબોધન બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી.

એક વરિષ્ઠ વકીલ ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની બેંચને 'યોર લેડીશિપ' કહીને સંબોધ્યા હતા. ન્યાયાધીશોએ માત્ર એક જજને 'લેડીશીપ' તરીકે સંબોધવા સામે વાંધો ઉઠાવ્યો અને બંને ન્યાયાધીશોને સંબોધવા કહ્યું હતું. જો કે આ બાદ વરિષ્ઠ વકીલે તરત જ માફી માંગી હતી. ઉપરાંત દલીલો પૂરી થયા પછી, વકીલે ફરીથી જસ્ટિસ ભટ્ટની માફી માંગી અને કહ્યું કે તેમનો માત્ર એક જજને સંબોધવાનો ઇરાદો નથી અને તેમણે બેન્ચને 'માય લોર્ડ્સ' કહીને સંબોધન કરવું જોઈતું હતું. આ અંગે ચીફ જસ્ટિસ ગોકાણીએ ન્યાયાધીશોને સંબોધવાના મુદ્દા પર ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્યનો ઉલ્લેખ કરી તેમને કહ્યું હતું કે, "ભૂતકાળમાં, ન્યાયાધીશ તરીકે કોઈ મહિલા ન હોવાથી, કોર્ટ અથવા ન્યાયાધીશને સંબોધવા માટે 'તેમના સ્ત્રીત્વ'નો ઉપયોગ કરવામાં આવતો ન હતો."

અન્ય એક વરિષ્ઠ વકીલે ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, મહિલા જજને સંબોધવાનો આ યોગ્ય રસ્તો નથી. "ટેકનિકલી, તે 'માય લેડી' છે," પરંતુ ચીફ જસ્ટિસે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું, "અમે માનીએ છીએ કે તે કાં તો સર અથવા મેડમ હોવું જોઈએ. 'માય લોર્ડ' અથવા 'યોર ઓનર'ને બદલે તે વધુ સારું છે. તેણીએ કહ્યું કે ન્યાયાધીશોને પરંપરાગત રીતે સંબોધવા બોલાવવા એ "ખૂબ સામંતવાદી" છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application