દેશમાં ભલે ફાસ્ટ ડિલિવરી સેવાઓ સુધી લોકોની પહોંચ સરળ થવાથી સમયનો બચાવ થઈ રહ્યો હોય, પરંતુ તેનો ખર્ચ ભારતીય પરિવારોનો ઘરેલુ ખર્ચ વધારી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં મુખ્ય ફૂડ એગ્રીગેટર દ્વારા વસુલવામાં આવેલ પ્રિમિયમના કારણે પરિવારોને કુલ મળીને 9000થી 11,000 કરોડ રુપિયાનો વાર્ષિક ખર્ચનો બોજ ઉઠાવવો પડે છે. અનકવરિંગ હિડન કોસ્ટ્સ ઓન ઈન્ડિયાઝ એગ્રીગેટર સેવાઓની વધુ કિંમતો અને તેમાં છુપાયેલો ખર્ચ પ્રકાશિત કર્યો છે. તેમાં ડિલિવરી ચાર્જ, પેકેજિંગ ચાર્જ અને ઝોમેટો ગોલ્ડ જેવી પ્રિમિયમ સદસ્યતાની ઉપયોગિતા પણ સામેલ છે. રેસ્ટોરાંના પોતાના ચેનલ દ્વારા આપવામાં આવેલ ડિલિવરી ઓર્ડર અનુસાર, સરેરાશ એગ્રીગેટર પ્રીમિયમ 46 રૂ. પ્રતિ વાનગી છે. આ પ્રકારે પ્રમુખ શહેરોમાં રહેતા સરેરાશ ભારતીય પરિવારો પર વાર્ષિક લગભગ 12,000 રૂપિયાનો વધુ નાણાંકિય બોજ પડશે.
જો કે, 46 % રેસ્ટોરાં પોતાનું સ્વામિત્વ ધરાવતી ચેનલો પર કોઈ ડિલિવરી ચાર્જ લેતા નથી. પરંતુ તેમાંથી વધુ પડતા એગ્રીગેટર પ્લેટફોર્મ પર ડિલિવરી ચાર્જના સંકેત આપ્યા. તે ઉપરાંત પેકેજિંગ માટે રેસ્ટોરાંના મુકાબલે 2 રૂપિયા વધુ લે છે. પછી ભલે તે પેકેજિંગ એક સરખા જ હોય. ઉપભોક્તાઓના બિલમાં જોડાતા આ મામુલી દેખાતો ચાર્જ કુલ મળીને વાર્ષિક 400 કરોડ રુપિયાનો બોઝ નાખે છે. અધ્યયનમાં પણ સામે આવ્યું કે, પ્રીમિયમ સબસ્ક્રિપ્શનથી કોઈ ઉપભોક્તાઓને કોઈ બચત થતી નથી. કારણ કે, સદસ્યતા વગરના ગ્રાહકોને પણ 199 રૂપિયાથી વધુના ઓર્ડર પર ઘણી વખત સમાન ફાયદો મળે છે. ડાઈન-ઈન રેસ્ટોરાં માટે ડિલિવરી ચાર્જ એગ્રિગેટર પ્લેટફોર્મ પર ડિલિવરી ફર્સ્ટ રેસ્ટોરાંના મુકાબલે સરેરાશ 6.5 રૂપિયા વધુ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech