મેષ
સપ્તાહ દરમિયાન વેપારમાં નવા ઓર્ડર મળે. આવકનું પ્રમાણ વધે. નોકરીમાં બઢતીની તક ઉભી થાય. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. વિચારોને કાબૂમાં રાખજો. આત્મવિશ્વાસ કેળવવો. કર્જમાં રાહત થવાની. કેમીકલ લાઈનથી વિશેષ લાભ રહે. વડિલ વર્ગના સ્વાસ્થ્યમાં સુધારો થાય. મહત્વના કાર્યેા ધીરજ પૂર્વક કરવા. ભાઈ–બહેનો કે મિત્રોનો સહકાર રહે. સોમવાર અને મંગળવાર સફળતાવાળા રહે.
સંસ્થામાં સારો હોદો મળે. વિદેશથી આમંત્રણ આવે. યાત્રા–પ્રવાસનું આયોજન થાય. સગાઈના કાર્યમાં સફળતાવાળો સમય રહે. બ્લડ પ્રેસરની તકલીફવાળાઓએ સાવધાની રાખવી. ભાગ્યોદયની તક માટે એલર્ટ રહેવાથી લાભ. યુવા વર્ગને વિજાતીય મિત્રતામાં વધારો થાય. સંબધો ગાઢ બને.
વૃષભ
નોકરીમાં પુરુષાર્થ ફળવાનો છે. કર્મચારી વર્ગનો સહકાર રહે. વેપારમાં વૃધ્ધિ થાય. રોકાયેલા નાણાં છુટા થાય. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોનો સહકાર રહે. ભાઈ–બહેનો સાથે ધંધાનું આયોજન થાય. કારણવગરની બેચેની રહે. ખરીદી પાછળ ખર્ચ રહે. લેખન કાર્યમાં ધીરજ રાખવી. એશ્ર્વરીય શકિતનો અનુભવ થાય. યાત્રા–પ્રવાસ થાય. ગુરૂવાર અને શુક્રવાર લાભદાયક રહે.
ભૌતિક સુખનો લગાવ વધવાનો. રહેણાકના મકાનમાં રીનોવેશનની શકયતાઓ ઉભી થાય. ઈલેકટ્રોનીક ચીજવસ્તુ ફ્રિજ, એરકંડીશનર જેવી ચીજવસ્તુ પાછળ નાણાકીય ખર્ચ રહેવાનો. મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાઅવી. અટકતા પ્રશ્નોમાં કોઈ સફળતા મળે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. વહેવટી કાર્યેાને લઈને પ્રવાસની ઈચ્છા થાય.
મિથુન
વેપારમાં નવી એજન્સીની ઓફર આવે. નોકરીમાં કર્મચારી વર્ગનો સહકાર રહે. રાજકસય લાભ રહે. રચનાત્મક કાર્યેામાં સફળતા રહે. કર્જ લઈને કોઈ સાહસ ન કરવું. ભાઈ–બહેનો કે મિત્રોનો સહકાર રહે. વિવાદસ્પદ ચર્ચાઓ ટાળવી. પરિવારના વ્યવસાયથી લાભ રહે. જૂના સંબધો તાજા થાય. સરકારી કાર્યેાને વધુ મહત્વ આપવું. રવિવાર અને સોમવાર સફળતાવાળા રહે.
અટકતા કાર્યેાને વેગ મળવાનો છે. પ્રિય પાત્રની મુલાકાત સફળ થાય. અપરણીતોને સગાઈ કે લના કાર્યેામાં સફળતા મળવાની. ભાગીદારોનો સહકાર રહે. ધર્મએ ચર્ચાના વિષય કરતા અપનાવવો જરૂરી છે. વ્યર્થ દલીલબાજીથી દૂર રહેવું. વિદેશ વસતા સગા–સ્નેહી તરફથી લાભ રહે.
કર્ક
નોકરીમાં મનગમતી જગ્યાએ બદલીના ચાન્સ. વેપારમાં આવકનું પ્રમાણ વધે. કેમીકલ્સ લાઈનથી વિશેષ લાભ. ભાગ્યોદયની તક માટે સારો સમય. સામાજિક પ્રતિષ્ઠા વધે. ભાઈ–બહેનો સાથે સુમેળ વધે. અંગત જીવનમાં મતભેદો ટાળવા. વિદેશ સાથેના વેપારથી લાભ. મિલકતના પ્રશ્નોમાં સફળતા. મિત્રોથી લાભ. બુધવાર અને ગુરૂવાર લાભદાયક રહે.
જોમ જુસ્સો જળવાઈ રહેવાનો છે. યુવા વર્ગને રોમાન્સમાં સફળતા મળવાની. શેર સટ્ટાથી જન્મના ગ્રહો પ્રમાણે લાભ મળવાનો. શકિતઓનો યોગ્ય ઉપયોગ લાભદાયક રહે. કોર્ટ કેસના પ્રશ્નોમાં સમાધાનથી લાભ રહે. ધાર્મિક યાત્રા–પ્રવાસની ઈચ્છા ફળવાની. રહેણાકના મકાનમાં સુધારો–વધારો થાય.
સિંહ
નોકરી અનુકુળતાવાળો સમય રહે. રોકાયેલા નાણા છુટા થાય. વડિલો સાથે વાદ–વિવાદ ટાળવા. ભાઈ–બહેનો કે મિત્રોથી લાભ રહે. ટેકનીકલ લાઈનથી વિશેષ લાભ રહે. સરકારી કામકાજોમાં સાવધાની રાખવી. પ્રતિા બાબત સંઘર્ષ રહે. લખાણ દસ્તાવેજના કાર્યમાં વિશેષ સાવધાની રાખવી. સ્વાસ્થ્યમાં સુધારો થાય. મંગળવાર લાભદાયક રહે.
સપ્તાહના મધ્યભાગથી અપરણીતોને લગ્ન કે સગાઈના કાર્યમાં સફળતાવાળો સમય રહે. શેર સટ્ટાથી કોઈ સારો નાણાકીય લાભ, જન્મના ગ્રહોની મદદથી મળે. સંતાનોની પ્રગતિ થાય. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ થાય. સાહસિક વ્યકિતઓએ ધીરજપૂર્વક સાહસ કરવું. વાહન અંગે ખર્ચ રહે.
કન્યા
નોકરીમાં ઉત્સાહ વધે તેવી તક મળે. અધિકારી વર્ગનો સહકાર સારો રહે. આત્મબળ નબળું રહેશે. લાગણીઓને કાબૂમાં રાખવી. ભાઈ–બહેનોથી સહકાર રહે. સ્વાસ્થ્ય બાબત હાડકાને લગતી તકલીફ રહે. ગૃહસ્થ જીવનમાં મતભેદો ટાળવા. કર્જ ન થાય તેનું ધ્યાન રાખવું. પ્રવાસથી લાભ. મંગળવાર અને બુધવાર લાભદાયક રહે.
સ્થળાંતર બાબત સફળતાવાળો સમય રહેશે. વિચારવાયુ રહેવાને કારણે કોઈ સ્થિર નિર્ણય લેવામાં મુશ્કેલી રહેવાની. માતુશ્રી તરફથી કોઈ સારો નાણાકીય લાભ મેળવશો. મોજશોખ પાછળ નાણાકીય વ્યય થવાનો. જમીન–મકાનના પ્રશ્નો હશે તો તેમાં સફળતા મળે. વિદેશથી લાભ મેળવશો.
તુલા
વ્યવસાયમાં અનુકુળતા વધે. નોકરીમાં પ્રમોશન, બદલીના ચાન્સ. શેર સટ્ટામાં લાભ. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા વધે. સગાઈના કાર્યેામાં સફળતા. વિદેશ જવાની તક ઉભી થાય. કર્જમાં રાહત રહે. મંગળવાર વિશેષ લાભદાયક રહે.
સરકારી કાર્યેામાં આવતા અવરોધો દૂર થાય. કાનૂની પ્રશ્નોમાં, સમાધાનની યોજનામાં અનુકુળતાઓ વધે. સ્વાસ્થ્ય બાબત સુધારાને અવકાશ રહે. મિત્ર વર્તુળ સાથે સુમેળ વધવાનો. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. રહેણાકના મકાનમાં સુવિધાઓ વધવાની. માતુશ્રીનો સહકાર રહે. નાણાકીય લાભ માટે સારો સમય.
વૃષિક
નોકરીમાં પરિવર્તન ન કરવું. વ્યવસાયમાં પ્રતિકુળતાનો સામનો રહે. મિલકતના પ્રશ્નોમાં અવરોધો રહે. પસંદગીના સગાઈ–લગ્નના કાર્યેામાં સફળતા. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. સોમવાર વિશેષ લાભદાયક રહે.
વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. ભાગીદારોનો સહકાર સારો રહે. કોઈ નવી ભાગીદારી યોજનામાં સફળતા રહે. સિઝનલ ધંધાથી લાભ રહે. કોર્ટ–કેસના પ્રશ્નોથી દૂર રહેજો. પરિવારના વડિલ વર્ગના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્સન રહે. આત્મવિશ્વાસ વધારવો. પ્રવાસમાં સફળતા.
ધન
નોકરીમાં અનુકુળતા રહે. વેપારી વર્ગને નવી એજન્સીની ઓફર આવે. પરિવારના સભ્યો સાથે મતભેદ રહે. મિત્રો સાથે નાણાકીય પ્રશ્નોથી મતભેદ રહે. ભાગીદારો સાથે સુમેળ રાખવો. વડિલ વર્ગના સ્વાસ્થ્ય બાબત ટેન્સન રહે. વિદેશથી લાભ. મહત્વના નિર્ણયો ટાળવા. અંગત સ્વાસ્થ્ય જાળવવું. ગુરૂવાર અને શુક્રવાર સફળતાવાળા રહે.
જીવનસાથી સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. યુવા વર્ગને કોઈ નવી મિત્રતા થાય. રહેણાકના મકાનમાં નવા લકઝરી ફેરફારો થાય. આધ્યાત્મિક વિચારો વધે. ધંધામાં ફેરફારો કરવાની ઈચ્છા પ્રબળ થાય. આત્મવિશ્વાસ માં વધારો થાય. જમીન–મકાનથી લાભ.
મકર
નોકરીમાં નવા ચાન્સ મળે. સ્થળાંતરની શકયતાઓ રહે. કેમીકલ્સ લાઈનથી લાભ રહે. નવી ભાગીદારી ઓફર આવે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાકીય મુશ્કેલીનો સામનો રહે. કર્જ લેવાથી દૂર રહેવું. હાર્ટની તકલીફ વાળાઓએ સાવધાની રાખવી. સંતાનોની પ્રગતિ માટે સારો સમય. ગુરૂવાર લાભદાયક રહે.
વધુ પડતા કાર્યભારથી દૂર રહેવું. અપરણીતોને લ કે સગાઈનું કાર્ય સફળ થાય. ભાગ્યોદયની તક માટે લાભ સાવધ રહેવું. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ રહે. સામાજિક કાર્યેામાં આવતા કોઈ અવરોધો દૂર થાય. મુસાફરીથી સારો લાભ રહે.
કુંભ
નોકરીમાં પગાર વધારો થાય. જુની બિમારીમાં રાહત થવાની. પરિવારના સભ્યોનો સહકાર સારો રહે. મહત્વકાંક્ષાઓ વધવાની છે. મિત્રોમાં વધારો થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. હાર્ટની તકલીફવાળાઓએ સાવધાની વર્તવી. વિશ્ર્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું. વિદેશથી લાભ મળે. રવિવાર લાભદાયક રહે.
મોડી રાત્રિના ઉજાગરાથી દૂર રહેવું. લ કે સગાઈમાં આવતા અવરોધો દૂર થાય. ભાગીદારી ધંધાથી લાભ મળવાનો છે. યુવા વર્ગને ચંચળતાઓને કાબૂમાં રાખવી. કોર્ટ–કેસના પ્રશ્નોમાં સફળતાવાળો સમય રહેવાનો. શેર સટ્ટામાં ધીરજપૂર્વકનું રોકાણ સારો લાભ આપી જાય.
મીન
નોકરીમાં કાર્યભાર રહે. વેપારમાં પ્રગતિ રહે. આવકનું પ્રમાણ વધવાનું. ભાઈ–બહેનો સાથે સુમેળ રાખવો. મિત્રો સાથે નાણાકીય લેતી–દેતી ન કરવી. સંતાનોની પ્રગતિ માટે સારો સમય. પરિવારમાં વૃધ્ધિ થાય. માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્સન રહે. આધ્યાત્મિક વિચારોમાં વધારો થાય. મંગળવાર લાભદાયક રહે.
લગ્ન–ઈચ્છુકોએ લ કે સગાઈના કાર્યમાં સમજીને આગળ વધવું. વિજાતીય મિત્રતામાં વધારો થાય. કોઈ સારો લાભ રહે. વિદેશથી નાણાકીય લાભો મળવાના છે. કાર્યશકિતમાં વધારો થવાનો છે. જમીન–મકાનના કાર્યમાં સફળતાવાળો સમય રહેવાનો. નાણા છુટા થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech