ભારત સાથે ત્રણ યુધ્ધથી અમે બોધપાઠ શીખી ગયા: પાકિસ્તાન

  • January 17, 2023 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાયમાલીની આરે પહોંચી ગયા પછી પાકિસ્તાનના વડાપ્રધાનની સાન ઠેકાણે આવી: કાશ્મીરનો રાગ પણ આલાપ્યો: છેલ્લા થોડા દિવસથી પાકિસ્તાનમાં ભારતની પ્રશંસા કરવાનો ટ્રેન્ડ શરૂ થયો




આર્થિક તંગીનો સામનો કરી રહેલુ પાકિસ્તાન હાલ રાશન અને પૈસા માટે દુનિયાના ઘણા દેશોના ચક્કર લગાવી રહ્યું છે પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે યુએઈની મુલાકાત લીધી હતી અહીં એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહબાઝે જણાવ્યું હતું કે, પરમાણુ શકિત ધરાવતો દેશ હોવા છતાં દુનિયા સામે આર્થિક મદદ માગવી બેહદ શરમજનક બાબત છે. ભારત માટે તેઓએ ખુલીને ચર્ચા કરી હતી તે બોલ્યા કે ભારત સાથે અમે ત્રણ યુધ્ધ કર્યા પરંતુ હવે પાકિસ્તાન બોધપાઠ મેળવી ચૂકયું છે.





અલ અરબીયા ચેનલ સાથેના ઈન્ટરવ્યુને શહબાજ શરીફની પાર્ટી પીએમએલએ પોતાના ટિવટર અકાઉન્ટ પર શેર કર્યુ છે. જેમાં શહબાઝ શરીફે કહ્યું કે સાઉદી અરબ સાથે યુએઈ પણ પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે. યુએઈમાં ઘણા મુલિમો રહે છે અને તેઓ દેશ દેશની પ્રગતિમાં ભાગીદાર છે. ભારત માટેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, ભારત સાથે અમે ત્રણ યુધ્ધ લડયા પરંતુ હવે પાકિસ્તાન બોધપાઠ મેળવી ચૂકયું છે. એ આપણા ઉપર નિર્ભર કરે છે કે, આપણે સંશાધનો અને લોકોનો ઉપયોગ યુધ્ધમાં બરબાદ કરવો છે કે શાંતિથી જીવીને એકબીજાને મદદ કરીને દેશને મજબુત બનાવવો છે. શાહબાઝ શરીફે કહ્યું કે, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડા પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે. તે આપણા પર નિર્ભર છે કે, આપણે આપણા સંસાધનો અને લોકોને યુદ્ધમાં બરબાદ કરવા છે કે શાંતિથી જીવીને અને એકબીજાને મદદ કરીને પોતાને મજબૂત બનાવવું છે.



કાશ્મીરનો રાગ આલાપીને પીએમ મોદીને આપ્યો સંદેશ
શાહબાઝે કાશ્મીરનો રાગ આલાપતા પીએમ મોદીને સંદેશ પણ આપ્યો હતો. શાહબાઝે કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મચં પર આવવા અને અમારી સાથે વાતચીત કરવા આમંત્રણ આપવા માંગે છે જેથી કરીને કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય. કાશ્મીર મુદ્દે ફરી એકવાર દુષ્પ્રચાર ચલાવતા શાહબાઝે કહ્યું કે, કાશ્મીરમાં સ્થાનિક લોકોના જીવનને પાટા પર લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.


પરમાણુ દેશ હોવા છતાં આર્થિક મદદ માંગવી શરમજનક
શાહબાઝે કહ્યું કે,  યુએઈ તરફથી આર્થિક મદદ મેળવીને તે ખૂબ જ ખુશ છે, પરંતુ એક પરમાણુ દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ માગવામાં શરમ આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application