વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમાં મગ્ન થયા PM મોદી, આટલા કલાક સુધી નહીં કરે ભોજન

  • May 30, 2024 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી સાંજે 6.45 કલાકે ધ્યાન માં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે. આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી.


PM મોદીનું ધ્યાન સાંજે 6:45 વાગ્યે શરૂ થયું છે. હવે 45 કલાક ધ્યાન કરશે. આ 45 કલાક માટે તેમનો આહાર ફક્ત નારિયેળ પાણી, દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી લેશે. તે ધ્યાન ખંડમાંથી બહાર આવશે નહીં અને મૌન રહેશે. જ્યારે પીએમ મોદી ગુરુવારે તમિલનાડુ પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા અહીંની નજીક સ્થિત ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી હતી. અહીંથી તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને હવે તેઓ અહીં લગભગ બે દિવસ ધ્યાન બેસશે. 1 જૂનના રોજ રવાના થતા પહેલા પીએમ મોદી અહીં સંત તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત પણ લઈ શકે છે. 


સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આજે લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી, પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા રોક સ્મારક પર ધ્યાન કરશે. PMએ 2019ની ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં આવું જ રોકાણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News