Viral video : ઋતુરાજ ગાયકવાડના સીક્સએ ઇનામની કારમાં જ પાડી દીધો ડેન્ટ, હવે કંપની આપશે 5 લાખ !

  • April 04, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સએ સોમવારે રમાયેલી IPL 2023 મેચમાં KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સને 12 રનથી હરાવીને આ સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી. 


ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઓફ સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીતમાં મોટી ભૂમિકા ભજવી છે. ઋતુરાજ ગાયકવાડે 31 બોલમાં 57 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 3 ફોર અને 4 સિક્સ સામેલ હતી.

તેની ઇનિંગ દરમિયાન, ઋતુરાજ ગાયકવાડે છગ્ગો ફટકાર્યો અને લાખોની કિંમતની કારમાં ડેન્ટ પડી ગયો. મેચ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં, ઋતુરાજ ગાયકવાડે લખનૌ સુપર જાયન્ટ્સના બોલર કૃષ્ણપ્પા ગૌતમને સિક્સર ફટકારી જે સીધો મેદાનની બહાર પાર્ક કરેલી ટાટાની કાર પર ગયો હતો.

આવી સ્થિતિમાં હવે Tata Tiago EV બોલ ફટકાર્યા બાદ ગરીબોને 5 લાખ રૂપિયા દાન કરશે. આ રકમનો ઉપયોગ કર્ણાટકમાં કોફીના વાવેતરની જૈવવિવિધતા વધારવા માટે કરવામાં આવશે. 
​​​​​​​

સોમવારે રમાયેલી IPL 2023ની મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની સદીની ભાગીદારી બાદ મોઈન અલીની જબરદસ્ત બોલિંગની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 12 રનથી હરાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application