જૂનાગઢમાં દરગાહ હટાવવાની નોટિસ આપ્યા બાદ ભડકી હિંસા,1નું મોત 4 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

  • June 17, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં મહાનગરપાલિકાએ એક દરગાહને હટાવવાની નોટિસ આપતાં લોકોએ ગુસ્સે ભરાઈને શનિવારે સાંજે પોલીસ ચોકીને નિશાન બનાવીને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.પથ્થરમારાની આ ઘટનામાં 1 DSP, 3 મહિલા PSI સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.


ગુજરાતના જૂનાગઢમાં એક મકબરાને હટાવવાની નોટિસને લઈને હોબાળો થયો હતો. સેંકડો લોકો કબરની સામે એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરતા તેઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં ડેપ્યુટી એસપી સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે.દરગાહને લઈને હંગામો મચાવનારા અને ચાર પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત કરનારા લોકોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરેકને એ જ દરગાહની સામે ઊભા કરવામાં આવ્યા અને બેલ્ટ વડે માર મારવામાં આવ્યો.


પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ કાબુમાં છે અને સમગ્ર જૂનાગઢ શહેરમાં સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢના એસપી રવિ શેટ્ટીએ કહ્યું, 'મજેવડી રોડ પાસે એક રોડ પર એક સમાધિ છે. કોર્પોરેશને તે દરગાહને પાંચ દિવસ પહેલા નોટિસ પાઠવી હતી કે જો કોઈ પાસે તેના માટે દાવો હોય તો તેણે કોર્પોરેશનમાં રજૂઆત કરવી. આ નોટિસ પર નારાજગી વ્યક્ત કરવા માટે 500-600 લોકો ત્યાં ભેગા થયા અને રસ્તો રોકવાનો પ્રયાસ શરૂ કર્યો.


આ પછી પોલીસ ત્યાં પહોંચી જેમાં ડીએસપી હિતેશ સહિત અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા. એક કલાકથી વધુ સમય સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે પાછળથી કોઈએ પથ્થરમારો કરતાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.પથ્થરમારોમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.


ઘાયલ પોલીસકર્મીઓ વિશે માહિતી આપતાં એસપી રવિ શેટ્ટીએ કહ્યું, 'ડીએસપી હિતેશને ચાર ટાંકા આવ્યા છે, ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે જ્યારે 2 પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. પોલીસે રાતોરાત ત્યાં કોમ્બિંગ કર્યું અને 174 આરોપીઓ અને શંકાસ્પદોની અટકાયત કરી. વધુ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને તમામ આરોપીઓની ધરપકડ કરીશું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જૂનાગઢ શહેરમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. આઈજી સહિત ડઝનબંધ પોલીસ અધિકારીઓ અને સેંકડો પોલીસકર્મીઓ અહીં તૈનાત છે. તમામ પોલીસકર્મીઓ સુરક્ષિત છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જે ન થવી જોઈતી હતી.




જૂનાગઢમાં મજેવડી દરવાજાની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે. તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. પાંચ દિવસમાં આ ધાર્મિક સ્થળની કાયદેસરની માન્યતાના પુરાવા રજૂ કરવા જોઈએ, નહીં તો આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવશે અને તમારે તેની કિંમત ચૂકવવી પડશે. ધાર્મિક સ્થળને તોડી પાડવાની નોટિસ મુકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હુમલાખોર બની ગયા.


સાંજે સાત વાગ્યાથી લોકો ભેગા થવા લાગ્યા અને નવ વાગ્યા સુધીમાં દરગાહની આસપાસ 200-300 લોકો પહોંચી ગયા અને એકઠા થઈ ગયા. જ્યારે પોલીસે તેમને આ સ્થળેથી હટાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. હુમલામાં એક ડેપ્યુટી એસપી અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ સમગ્ર શહેરમાં દરેક જગ્યાએ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application