મણિપુરમાં ફરી હિંસા ભડકી, પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો, એકનું મોત

  • February 14, 2024 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ગયા વર્ષે મે મહિનાથી હિંસાની ઝપેટમાં છે. મણિપુરમાં મંગળવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી, માહિતી અનુસાર, ઇમ્ફાલ પૂર્વમાં મંગળવારે ફાટી નીકળેલી હિંસામાં ગોળી વાગતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન બદમાશોએ પેંગેઈ સ્ટેટિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો.


આ સાથે બદમાશોએ તેજપુર વિસ્તારમાં તૈનાત ભારતીય રિઝર્વ બટાલિયનની પોસ્ટ પર પણ હુમલો કર્યો હતો. બદમાશોએ અહીંથી 6 એકે-47, 4 કાર્બાઈન, 3 રાઈફલ, 2 એલએમજી અને કેટલાક ઓટોમેટિક હથિયારો લૂંટી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ જીરીબામ, બિશનપુર, થૌબલ, કાકચિંગ, તેંગનોપુલ અને કાંગપોકપી વિસ્તારોમાં હિંસા ચાલુ છે.


મણિપુરમાં હિંસા બાદ કેટલાક ડ્રોન ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પહાડી પર હાજર કેટલાક લોકો તેમના ઘાયલ અને મૃત સાથીઓને લઈને જતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ 25 વર્ષીય સગોલસેમ લોયા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાં એકને પગમાં અને બીજાને ખભામાં ગોળી વાગી હતી. આ હિંસામાં ઘાયલ થયેલા લોકો કયા સમુદાયના છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.


જણાવવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ શાંતિપુર ઈરીલ નદી પાસે શરૂ થયું હતું. ત્યારે કેટલાક બાળકો ત્યાં ફૂટબોલ રમતા હતા. હથિયારબંધ લોકોએ તેમના પર પણ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે બાળકો ડરી ગયા અને જીવ બચાવવા ઝાડીઓમાં છુપાઈ ગયા. જેના કારણે તે ઘાયલ થયો હતો. બાળકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેમના પગમાં ઘા દેખાય છે. આસપાસના વિસ્તારમાં ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે.


પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કુકી અને મીતેઈ વચ્ચે ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. હિંસાના ડરને કારણે અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકો રાજ્ય છોડીને ભાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application