રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે વિક્રમ પૂજારા અને વાઈસ ચેરમેન તરીકે પ્રવીણ નિમાવતની વરણી

  • August 07, 2023 03:46 PM 

રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટ્રાચાર સહિતના આક્ષેપો થતા પ્રદેશ ભાજપ હાઇ કમાન્ડ દ્રારા આખી સમિતિને ઘરભેગી કરાઇ હતી ત્યારબાદ નવેસરથી ચૂંટણી પ્રક્રિયા કરી નવા બોર્ડની રચના કરાઇ હતી. સમિતિના નવા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ આજે સવારે ૧૧ કલાકે મેયર કમ ચૂંટણી અધિકારી ડો.પ્રદીપભાઇ ડવના અધ્યક્ષ સ્થાને નવરચિત બોર્ડની પ્રથમ બેઠક સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ મમાં મળી હતી જેમાં ચેરમેન પદે વિક્રમભાઇ પૂજારા અને વાઇસ ચેરમેન પદે પ્રવીણભાઈ નિમાવતને સર્વાનુમતે ચૂંટાયા હતા. આવતીકાલે સવારે ૧૧–૦૦ કલાકે બન્ને નવનિયુકત પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ યોજાશે.



રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સવારે ૧૦–૪૫ કલાકે શહેર  ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી આવી પહોંચ્યા હતા અને તેમના અધ્યક્ષસ્થાને પાર્ટી સંકલનની મિટિંગ યોજાઇ હતી જેમાં તેમણે પ્રદેશ ભાજપમાંથી પસંદગીની મહોર લગાવી આવેલા નામોનું વાંચન કયુ હતું ત્યારબાદ ૧૧–૦૦ કલાકે મેયર ડો.પ્રદીપભાઇ ડવના અધ્યક્ષસ્થાને શિક્ષણ સમિતિની બેઠક મળી હતી જે અંતર્ગત ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા કરાઇ હતી જેમાં ચેરમેન પદે વિક્રમભાઇ પૂજારાના નામની દરખાસ્ત અજયભાઇ પરમારએ સભ્ય સુરેશભાઇ રાઘવાણીના ટેકાથી રજૂ કરી હતી જે સર્વાનુમતે મંજુર કરાઇ હતી ત્યારબાદ વાઇસ ચેરમેન પદ માટે પ્રવીણભાઈ નિમાવતના નામની દરખાસ્ત જાગૃતિબેન ભાણવડીયાએ સંગીતાબેન છાંયા ના ટેકાથી રજૂ કરી હતી જે પણ સર્વાનુમતે મંજુર કરાઇ હતી.



શિક્ષણ સમિતિના નવનિયુકત ચેરમેન વિક્રમભાઈ પૂજારાએ બી.કોમ, એલએલબી સુધીનો શૈક્ષણિક અભ્યાસ કર્યેા છે અને જીએસટી અને સીજીએસટીના એડવોકેટ કમ ટેકસ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે, તેમના વિધાર્થીકાળથી જ લગભગ છેલ્લા ૩૦ વર્ષથી ભાજપમાં સક્રિય છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે કારકિર્દીનો પ્રારભં કર્યા બાદ વોર્ડ નં.૯માં બે ટર્મ ભાજપના વોર્ડ પ્રમુખ, શહેર ભાજપ મંત્રી તરીકે સેવા આપી ચુકયા છે. યારે હાલમાં તેઓ ગુજરાત ટેકસ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજકોટ લોહાણા મહાજનમાં સભ્ય તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે.




નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવું બોર્ડ
(૧) વિક્રમભાઇ મનસુખલાલ પૂજારા–ચેરમેન
(૨) પ્રવીણભાઇ નાનાલાલ નિમાવત–વાઇસ ચેરમેન
(૩) સંગીતાબેન વિજયભાઇ છાયા
(૪) મનસુખભાઇ મુળજીભાઇ વેકરીયા
(૫) હિતેષભાઈ હસમુખરાય રાવલ
(૬) ઇશ્વરભાઇ મનુભાઈ જીતિયા
(૭) વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા
(૮ ) વિરમભાઇ કમાભાઇ સાંબડ
(૯) રસિકભાઇ દામજીભાઇ બદ્રકીયા
(૧૦) અજયભાઇ ગોપાલભાઇ પરમાર
(૧૧) જાગૃતિબેન સંદીપકુમાર ભાણવડીયા
(૧૨) સુરેશભાઈ નૌતમલાલ રાઘવાણી



સરકારી સદસ્ય

(૧૩) રાજેશ જમનાદાસ માંડલીયા (વિભાગીય નાયબ નિરીક્ષક (વર્ગ–૧), સ્થાનિક ભંડોળ હિસાબ, રાજકોટ
બિન સરકારી સદસ્ય
(૧૪) જયદીપભાઇ જલુ
(૧૫) જગદીશભાઇ ભોજાણી



શિક્ષણ સમિતિના હાલ સુધીના ચેરપર્સન

ક્રમ–ચેરપર્સન
૧–વિનોદભાઇ બુચ
૨–ભગવાનજીભાઇ કોટક
૩–વાસંતીબેન શાહ
૪–એડમિનિસ્ટ્રેટર
૫–સતિષચદ્રં જોષી
૬–કાંતિલાલ રાણપરા
૭–ગોવિંદભાઇ પટેલ
૮–ઠાકરશીભાઇ પટેલ
૯–હિતેષભાઇ પંડા
૧૦–કિરીટભાઇ પાઠક
૧૧–નાથાભાઇ બી.કિયાડા
૧૨–લાભુભાઈ ખીમાણિયા
૧૩–મુકેશભાઇ દોશી
૧૪–માવજીભાઇ બી.ડોડીયા
૧૫–દેવાંગભાઇ માંકડ
૧૬–નરેન્દ્રસિંહ એન.ઠાકુર
૧૭–અતુલભાઇ પંડિત
૧૮– વિક્રમભાઇ પૂજારા 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application