મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે છેડતીની ઘટનાનો વીડિયો આવ્યા સામે, આરોપીએ નશાની હાલતમાં કાર સાથે ઢસડયા !

  • January 20, 2023 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથેની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક કાર ચાલક તેને પૂછી રહ્યો છે કે તમારે ક્યાં જવું છે, જેના પર સ્વાતિ કહી રહ્યા છે કે મારે ઘરે જવું છે, મારા સંબંધીઓ આવી રહ્યા છે. આ પછી, આરોપી ફરીથી પાછો આવે છે અને તેમને ફરીથી લઇ જવા માટે કહેતો જોવા મળે છે.


સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું હતું કે, મોડી રાત્રે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી રહી હતી. એક ડ્રાઈવરે નશાની હાલતમાં મારી છેડતી કરી અને જ્યારે મેં તેને પકડ્યો ત્યારે તે કારના અરીસામાં મારો હાથ બંધ કરીને મને કાર સાથે ઢસડી ગયો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષા સુરક્ષિત નથી, તો પછી અન્ય પરિસ્થિતિની કલ્પના કરો.

સ્વાતિએ કહ્યું છે કે મારી હાલત અંજલિ જેવી થઈ હોત, પરંતુ ભગવાને મારો જીવ બચાવ્યો. માલીવાલને એક કાર ચાલક 10-15 મીટર સુધી ખેંચી ગયો હતો. મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. માલીવાલે આરોપ લગાવ્યો છે કે કારના ડ્રાઈવરે તેની છેડતી કરી હતી. દિલ્હી પોલીસ અને અહીંની મહિલાઓની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ સીએમ અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application