ગદર 2ના સેટ પરથી સની દેઉલ -અમિષા પટેલનો વીડિયો વાઇરલ

  • May 30, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • 22 વર્ષ બાદ ગદર ફિલ્મમનો બીજો ભાગ ઓગસ્ટમાં રિલીઝ થશે
  • તે પહેલાં પ્રથમ ભાગ ગદર એક પ્રેમકથા જૂનમાં થિયેટરોમાં આવી રહ્યો છે


બે દાયકા પહેલાં સની દેઉલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. હવે તેને ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. સાથ-સાથે ડિરેક્ટર અનિલ શર્મા આટલા વર્ષો બાદ ફિલ્મનો બીજો ભાગ પણ બનાવી રહ્યા છે. જેના સેટ પરની તસવીરો અને વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. 


અનિલ શર્મા ડાયરેક્ટેડ ફિલ્મ ગદર 2 આ વર્ષે 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સકીના ઉર્ફે અમીષા પટેલ અને તારાસિંહ ઉર્ફે સની દેઓલ અત્યારે આ ફિલ્મના છેલ્લા સેગમેન્ટની શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન બંનેને ચંદીગઢમાં સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આમાં બંને કંઈક વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. તેમના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.


અમીષા પટેલ અને સની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર એક પ્રેમ કથા 15 જૂન 2001માં રિલીઝ થઈ હતી. ત્યારે હવે 22 વર્ષ પછી આ ફિલ્મનો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે, પરંતુ આ પહેલાં તેનો પહેલો ભાગ 9 જૂને 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડમાં રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષ 1971માં થયેલા ભારત પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી. તે દરમિયાન અનેક નિર્દોષોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા. આ ફિલ્મ તેની પર જ બનાવવામાં આવી હતી.


અત્યારે તો બંને કલાકાર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સની દેઓલ અને અમીષા પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સની દેઓલ લીલા રંગની હૂડી, જિન્સ, ટોપી અને ચશ્મા સાથે દેખાઈ રહ્યો છે. જ્યારે અમીષા પટેલ શોર્ટ અને પિન્ક ટીશર્ટમાં જોવા મળી રહી છે. તે સનીને કંઈક કહી રહી છે, જેને અભિનેતા ધ્યાનથી સાંભળી રહ્યો છે અને હસી રહ્યો છે.



આ વીડિયો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે, તારા કહી રહ્યો છે અરે સક્કુ તુ ઘણી બદલાઈ ગઈ છે. જ્યારે એક યૂઝરે કહ્યું આ બંને સાથે કેટલા ક્યૂટ દેખાઈ રહ્યા છે. એકે તો એવું પૂછ્યું કે, સકીનાના વાળ ક્યાં ગયા? એકે લખ્યું હતું કે, સકીના તું પાકિસ્તાન જઈને બદલાઈ ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application