Video : અમદાવાદમાં પંડ્યા બ્રધર્સ આમને સામને, ટોસ સમયે ભાવુક થયો હાર્દિક, તો ભાભીએ આપી આવી સલાહ

  • May 07, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2023 માં, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં સામસામે છે. આ મેચમાં કૃણાલ પંડ્યા લખનૌની ટીમનો સુકાની છે, જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાતનો સુકાની છે. IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે બે ભાઈઓએ એકબીજા સામેની મેચમાં કેપ્ટનશીપ કરી.



હાર્દિક પંડ્યા છેલ્લી સિઝનથી ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી કરી રહ્યો રહ્યો છે, જ્યારે લોકેશ રાહુલ ઘાયલ થયા બાદ કૃણાલને લખનૌની કમાન સોંપવામાં આવી છે. લોકેશ ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર છે અને આ સિઝનમાં માત્ર કૃણાલ જ બાકીની મેચોમાં લખનૌની કેપ્ટનશીપ કરશે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


હાર્દિક પંડ્યાએ કહ્યું, "અમે બેટિંગ કરવા માગતા હતા. મને જે જોઈતું હતું તે મળ્યું. ભાવનાત્મક રીતે આ એક ખાસ દિવસ છે, અમારા પિતાને ગર્વ થયો હશે. આ પહેલીવાર થઈ રહ્યું છે, તેથી અમારા પરિવારને ગર્વ છે. નિષ્ફળતાનો ડર હોઈ શકે છે, પરંતુ અમારે સારું ક્રિકેટ રમવાની જરૂર છે. અમને ફેરફાર કરવાની ફરજ પડી છે, જોશ લિટલ ટીમની બહાર છે કારણ કે તેને આયર્લેન્ડ માટે રમવાનો છે, અલઝારી તેમની જગ્યાએ તક આપવામાં આવી છે.


ટોસ દરમિયાન હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો અને તેણે તેના મોટા ભાઈની ટોપી પણ સરખી કરી હતી. કૃણાલની ​​પત્ની પંખુરીએ કહ્યું કે આ વખતે મોટા ભાઈને જીતાડવાના છે. પંખુરીનો આ વીડિયો લખનૌ સુપર જાયન્ટ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application