Video : બેંગલોરના બસ સ્ટેશનમાં લાગી ભીષણ આગ, એક બસમાં આગ લાગતા જોત જોતામાં અન્ય બસો પણ બળીને થઇ રાખ

  • October 30, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેંગલુરુના વીરભદ્ર નગરમાં આજે એક બસ ડેપોમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દસ જેટલી બસો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ લગભગ 50 બસો આગની લપેટમાં આવી ગઈ છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

બસમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે હજુ સુધી આગ લાગવાના કારણ અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. કટીંગ અને વેલ્ડીંગ મશીનમાંથી નીકળેલી સ્પાર્કને કારણે આગ ફેલાઈ હોવાની આશંકા છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application