જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે
જામનગર તા.17 એપ્રિલ, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની તમામ જૂની નંબર સિરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.19/04/2024 થી 21/04/2024 ના બપોરના 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.21/04/2024 થી 23/04/2024 ના બપોરના 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.23/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.
ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઈટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ અત્રે જણાવ્યા અનુસાર સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં. જેની જામનગર જિલ્લાના સર્વે વાહન માલિકોને ખાસ નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
December 23, 2024 11:37 AMરોબોટ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને અનુભવશે
December 23, 2024 11:37 AMઅમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ
December 23, 2024 11:35 AMફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech