મેહર જહાંએ પતિના પ્રાઈવેટ પાર્ટને ચાકુ વડે કાપવાનો પણ કર્યો હતો પ્રયાસ : યુવક સાથે થયેલી બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક મહિલાએ તેના પતિ સાથે ક્રૂર કૃત્ય કર્યું હોવાના સમચારે સૌ કોઈને ચોંકાવ્યા છે. તેણીએ તેના પતિને બાંધી તેને ત્રાસ પણ આપ્યો, એટલું જ નહિ પણ આરોપી પત્નીએ તેના પતિના અલગ અલગ અંગો પર સળગતી સિગારેટથી દામ આપ્યા, તેની છાતી પર ચઢીને તેને માર્યો અને હજુ સંતોષ ન થતાં મહિલાએ પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટને પણ ચાકુ વડે કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા તેના પતિના કપડાં પહેરે છે અને તેના હાથ બાંધે છે. પછી તે સિગારેટ વડે તેના પ્રાઈવેટ પાર્ટ પર દામ આપે છે. પતિ પીડાથી ચીસો પાડે છે, પણ પત્ની અટકતી નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં યુવકના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પિતાની ફરિયાદના આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ પીડિતનું નામ મન્નાન ઝૈદી છે. તે સિઓહારા પોલીસ સ્ટેશનના ચક મહમૂદ સાની વિસ્તારનો રહેવાસી છે. ઝૈદીના લગ્ન 17 નવેમ્બર 2023ના રોજ નજીકના ગામની મેહર જહાં સાથે થયા હતા. લગ્ન પહેલા બંને પ્રેમ સંબંધમાં હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, મેહર જહાં મન્નાનના ઘરે પહોંચી હતી અને લગ્ન કરવા પર અડગ હતી. જે બાદ બંનેએ પરિવારની સહમતિથી લગ્ન કર્યા હતા.
રિપોર્ટ અનુસાર, લગ્ન બાદ મન્નાન તેની પત્ની મેહર જહાંના આગ્રહ પર પરિવારથી અલગ રહેવા લાગ્યો હતો. બંને ભાડાના મકાનમાં રહેતા હતા. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન તેને તેની પત્ની મેહરની આદતો વિશે ખબર પડી. જાણવા મળ્યું કે તે દારૂ પીવે છે અને સિગારેટ પીવે છે. જ્યારે મન્નાને તેને આમ કરવાથી રોકી તો તે તેની સાથે મારપીટ કરવા લાગી. આટલું જ નહીં મન્નાનને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. મન્નાનનો આરોપ છે કે તેની પત્ની 29 એપ્રિલ 2024ની રાત્રે તેની પાસે આવી હતી. આરોપ છે કે તેણે દૂધમાં કાઈક ભેળવીને તેને પીવડાવ્યું જે બાદ તે બેભાન થઈ ગયા પછી તેણે મન્નાનના હાથ-પગ બાંધી દીધા. વીડિયોમાં તે તેના પતિનું ગળું દબાવતી જોવા મળી રહી છે. તેણે મન્નાનના પ્રાઈવેટ પાર્ટને છરી વડે કાપવાનો પ્રયાસ કર્યો હતો.
મન્નાનના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રવધૂ ઘણીવાર તેમના દીકરાને મારતી હતી. જે બાદ તેમના દીકરાએ પત્નીથી છુપાઈને પોતાના બેડરૂમમાં સીસીટીવી લગાવ્યા હતા. આ મામલાને લઈને એસપી ઈસ્ટ ધરમ સિંહ મરચલે કહ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પત્ની મેહરની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech