ઉપલેટામાં મુસ્લિમ યુવાનની અનેરી સેવા ૫૦૦થી વધુ સાપ પકડી જંગલમાં છોડે છે

  • February 08, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી દરવાજા પાસે રહેતા મુસ્લિમ યુવાનની સેવા બિરદાવવા લાયક છે. કોઈપણ જગ્યાએ પોતાના સ્વખર્ચ સાપ પકડવા પહોંચી જાય છે.
શહેરમાં ઘણા વર્ષોથી શહેરના સ્મશાન રોડ ઉપર આવેલ ધોરાજી દરવાજા પાસે રહેતા સંધી સેવાભાવી હાસમભાઇ સમા ઘણા વર્ષોથી કોબ્રા સહિતના સાપોને પાડી મારી નાખવાને બદલે જંગલમાં છોડી મૂકે છે. હાસમભાઈ સમાને કોઈપણ વ્યક્તિનો ફોન આવે કે તેમની ઘરે કે ધંધાની જગ્યાએ સાપ નિકળ્યો છે. તરત જ પોતનો ધંધો છોડી નાત-જત-ઘર જોયા વગર સાપને પકડવા નીકળી જાય છે. હાસમભાઈએ અત્યાર સુધીમાં કોબ્રા સહિત અન્ય જેરિલા ૫૦૦થી વધારે સાપોને પકડી પાડયા છે. તે સાપને પકડતી વખતે ઘણી વખત બે કે ત્રણ કલાક જેવો સમય બગડે છે પણ સાપને જીવતા પકડવામાં માને છે. કોઈપણ જીવજંતુને મારી નાખવું તેને હાસમભાઈ સમા પાપ સમાન માને છે. તેથી તે જીવતા સાપને પકડી જંગલ જેવા વિસ્તારમાં છોડી આવે છે. હાસમભાઈ સમાને ધંધામાં બેકરીની વેરાયટીનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે. તેનામાં દેશપ્રેમ જોવા જેવો છે. તેની રેકડીને મીલેટ્રી ટાઈપના ઉપર પડદાં રાખે છે. તેની લારી ઉપર ત્રિરંગા હંમેશા ફરકે છે. તેનો દેશપ્રેમ પણ અનેરો છે. કોઈપણ નાત-જાત, ધર્મ વગર તમામ લોકોને જાનના જોખમે રાત્રે કે વહેલી સવારે સાપ પકડવા નીકળી પડે છે. સાપ પકડવાના કોઈ પણ પૈસા લેતા નથી. હાસમાભાઈના ગામના લોકો સાપથી ડરીને તેને મારી નાખે છે. તે પણ એક જીવ છે. તેમ માની તે તેને બચાવવએ એક માનવી તરીકે આપણી ફરજ છે. તેમ માની મારી ફરજ બજાવી રહ્યું છું. જો કોઈ વ્યક્તિ ધરારથી પૈસા આપે તો તે પૈસાનો બાળકોને નાસ્તો કરાવી આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application