ભારતીય જનતા પાર્ટીના વિકાસ તીર્થ અભિયાન હેઠળ જામનગરના ઐતિહાસિક પ્રવાસન સ્થળ લાખોટા મ્યુઝિયમ ની ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવાઈ

  • June 10, 2023 01:28 PM 

ભારત સરકારના 'પવન હંસ'ના ડાયરેક્ટર અમીબેન પરીખ- સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા તેમજ મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગ પણ જોડાયો


ભારતીય જનતા પાર્ટીના વિકાસતીર્થ અભિયાન હેઠળ જામનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા લાખોટા મ્યુઝિયમની જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મ્યુઝિયમમાં સ્થિત ઐતિહાસિક ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી હતી. જેઓની સાથે ભારત સરકારના 'પવન હંસ'ના ડાયરેક્ટર અમીબેન પરીખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા પણ જોડાયા હતા.


 જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેઓએ ગઈકાલે બપોરે સમય કાઢીને ભારતીય જનતા પાર્ટીના વિકાસ તીર્થ અભિયાન હેઠળ જામનગરના ઐતિહાસિક લાખોટા કોઠા ની સાથેના મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી, અને તેમાં મુકાયેલા રાજાશાહી વખતના શસ્ત્રો તથા અન્ય પેઇન્ટિંગ સહિતની સામગ્રી તેમજ ઐતિહાસિક ચીજવસ્તુ વગેરેનું નિરીક્ષણ કરાયું હતું, અને તેની જાળવણી અંગેની વ્યવસ્થા નિહાળી હતી.


 થોડા સમય પહેલાં વીજળી પડવાના કારણે લાખોટા કોઠા ને  ભારે નુકસાની થઈ હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે જે વિભાગમાં નુકસાની થઈ હતી, તેની મરામતની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, અને હાલમાં લાખોટા મ્યુઝિયમ માં જામનગર સહિતના મુલાકાતીઓ નિદર્શન માટે આવી રહ્યા છે. જે સ્થળની  ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ તથા ક્યુરેટર ચૌઘરી અને તેમની ટિમ પણ સાથે જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application