જામનગર-રાજકોટના બે વેપારી અઢી કરોડની ચાંદી સાથે ઝડપાયા

  • September 30, 2023 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ડુંગરપુર પાસે પોલીસે અઢી કરોડની ૨૯૫ કીલો ચાંદી અને  ૨૪.૧૯ લાખની રોકડ રકમ સાથે જામનગરના અનિષ પ્રભુદાસ હરસોરા (ઉ.વ.૪૮) રહે. અશોક સદન, ટાઉનહોલની બાજુમાં રહેતા વેપારી અને રાજકોટના રમેશભાઇ દેવરાજભાઇ હુંબલ (ઉ.વ.૩૯) રે. રામનગર સોસાયટી-૪, નવા થોરાળાને પકડી પાડી રાજસ્થાન પોલીસે જીએસટી અને ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરી છે.
રાજસ્થાનમાં થોડા દિવસ બાદ ચુંટણી આવી રહી છે ત્યારે પોલીસે સતત નાકાબંધી કરી છે, પોલીસે શંકાના આધારે એક લકઝરીયસ કારને અટકાવીને તેની તલાશી લેતા પહેલા તો આ કારમાંથી પોલીસને કંઇ મળ્યુ ન હતું પરંતુ તેમા બેસેલા જામનગરના અનિષ હરસોરા અને રાજકોટના રમેશ હુંબલની આકરી પુછપરછ કરતા પોલીસે ફરીથી કાર ચેક કરી હતી અને કાર નીચે ગુપ્ત ખાનામાં રાખેલી ૨.૫૦ કરોડની આશરે ૨૯૫ કીલો ચાંદી અને. ૨૪.૧૯ લાખની રોકડ ખાનામાથી મળી આવતા પોલીસે શંકાસ્પ્દ મિલકત તરીકે કબ્જે કરી હતી.
આ અગાઉ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી જેના કારણે આ તપાસ થઇ હતી હવે તો રાજસ્થાન પોલીસે ઇન્કમટેક્ષ ખાતાને પણ જાણ કરી છે સાથે સાથે જીએસટી વિભાગને પણ જાણ કરી છે, જેથી આ બંને ખાતાએ તપાસમાં ઝુકાવ્યું છે.
આ દરમ્યાન પહેલા પોલીસને ડુંગરપુરના બિછીવાડા પોલીસ સ્ટાફને માહિતી મળી હતી કે, ઉદયપુરથી રાજકોટ આવતી સિલ્વર કલરની કારમાં ચાંદી અને રોકડ છે, પહેલા તો પોલીસે આકરી પુછપરછ કરી પરંતુ બંને શખ્સો કોઇ ચોકકસ જવાબ આપી શકયા ન હતા ત્યારબાદ ચાંદીની લગડીઓ મળતા તેનુ વજન કરવામાં આવ્યુ હતું અને ૨૫૫.૫૨ કીલો ચાંદી નીકળી હતી.
જામનગરનો વેપારી ટાઉનહોલ પાસે આવેલા અશોક સદનમાં રહેતો હોવાની વિગતો બહાર આવી છે અને આ પ્રકરણમાં હવે જામનગર પોલીસ પણ ઝુકાવે તેવી શકયતા છે, રાજસ્થાન પોલીસે કુલ ૨.૩૦ કરોડનો મુદામાલ કબ્જે કરી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરી અને આ ચાંદી કયાથી આવી, રોકડ રકમ શા માટે લઇ આવવામાં આવતી હતી તે અંગે પણ તપાસ શ‚ કરી છે અને આ તપાસનો છેડો જામનગર સુધી આવે તેવી પણ શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application