કોડીનારના ઘાંટવડની કોકમ સીમમાંથી બે દીપડાના બચ્ચા મળી આવ્યા

  • March 15, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર ના ઘાંટવડ ગામની સીમના કોકન વિસ્તારમાં ખેતરમાંથી દીપડીના બચ્ચાં મળી આવ્યા હતા. આ ઘટના ત્યારે બની કે જ્યારે ખેતરમાં ૨૦ જેટલા મજૂરો શેરડીના પાકની લણણી કરી રહ્યા હતા. દીપડીના બે બચ્ચાં શેરડીના પાકની વચ્ચેથી મળી આવ્યા હતા. દાદુ પટેલ લાલકિયા નામના ખેડૂતના ખેતરમાં તાજેતરમાં જન્મેલા દીપડીના બચ્ચા મળી આવ્યા હતા. જેથી ખેડૂતો અને આસપાસના લોકોમાં દીપડી નજીકમાં હોવા બાબતે ભય ફેલાયો હતો.વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ બીજી રાત્રે જ્યારે દીપડી પોતાનાં બચ્ચાં પાસે પાંજરામાં આવી પણ ગઈ હતી. પરંતુ બાદમાં તે બચ્ચાંને જોઈ પાંજરામાંથી નીકળવામાં સફળ રહી હતી. આ અજીબ ઘટનાથી વનવિભાગનાં કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. બીજી તરફ ખેડૂત અને બહારથી આવેલા શ્રમિક પરીવારના ૨૦ જેટલાં લોકો પણ દીપડીના ભય હેઠળ શેરડીના ખેતરમાં પગ મૂકતા થરથર કાંપતા હતા. ત્રણ દિવસથી ધાટવડની સીમ વિસ્તારમાં અવરજવર કરતાં ખેડૂતો પણ પરેશાન થઈ ગયા હતા. વનવિભાગના કર્મચારીઓને પણ દીપડી પાંજરે પૂરવા પસીનો છૂટી ગયો હતો.દીપડીએ તાજેતરમાં નાનાં બચ્ચાંને જન્મ આપ્યા હોવાથી તેના બચ્ચાંની સુરક્ષા રાખવા ગમે ત્યારે તે વિસ્તારમાં આવી જાય તેની તકેદારી રાખવા વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. વહેલી તકે દીપડી પકડાય ત્યારે જ વિસ્તારમાં ખેડૂતો શાંત રહી શકે તેવો માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ જ ખેડૂતો ખેતરમાં કામ કરવા જઈ શકે. અંતે ત્રીજા દિવસે રાત્રે વાડીના ગોઠવેલ પાંજરામાં દીપડી પકડાઈ ગઈ હતી અને ખેડુતો તેમજ શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડીને તેનાં બચ્ચાં સાથે સહી સલામત રીતે જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. દીપડીને તેનાં બચ્ચાં સાથે મળાવવામાં આવી હતી.ખેડૂતોની વનવિભાગને વ્યવસ્થા કરવા માગ ખેડૂત રામ લાલકીયા જણાવ્યું હતું કે, ખેતી કામ અર્થે બહારથી મજૂરોને બોલાવી કામ કરતા હતા ત્યારે દીપડીનાં બચ્ચાં જોવા મળતા બે દિવસથી આ મજૂરો અને ખેડૂતોમાં ભય ફેલાયો હતો. આખરે જે દીપડીના બચ્ચાં હતા તે પાંજરે પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આજથી ખેડૂત અને શ્રમિકો ખેતી કામ કરવા લાગી ગયા હતા. તેમણે દીપડા, સિંહ તેમજ ભૂંડના ત્રાસથી હેરાન પરેશાન ના થવાય તે માટે વનવિભાગને કાર્યવાહી કરવા માટે માગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application