કોડીનાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આગ લાગતા બે કેબિન માલસામાન સાથે બળીને ખાક

  • March 13, 2023 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આગ લાગતા બે કેબિન માલસામાન સાથે બળીને ખાક થવાની ઘટના બની હતી. જોકે આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરથી તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો હતો.
​​​​​​​
કોડીનાર બસ સ્ટેન્ડના ડીઝલ પંપની પાછળના ભાગે બપોરના સમયે ઓચિંતી આગ લાગતા પવનની દિશાને કારણે આગે પૂર્વ તરફ વધારે ફેલાવો કરતા બસ સ્ટેન્ડની બાઉન્ડ્રી દિવાલને અડીને રેકડી રાખી ફરસાણ અને સાયકલનો ધંધો કરતા બે કેબિન ધારકોની કેબિન અને માલ સામાન બળીને ખાક થઇ ગયો હતો. જોકે આગની જાણ નગરપાલિકા ફાયર વિભાગને થતાં નગરપાલિકા ફાયરની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે જઇ ફાયર ફાઇટરથી આ વિકરાળ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application