રાજકોટના કાલાવડ રોડ પર સ્થિત TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે 4.30 કલાકે આગ ફાટી નીકળી હતી. ગતસાંજે 4.30 વાગ્યે ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકોના મોત થયા છે. મૃતકોમાં 12 બાળકો પણ સામેલ છે. ફાયર બ્રિગેડની 8 ટીમોએ લગભગ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. 25થી વધુ લોકોને બચાવી લેવાયા છે. રાહત કાર્ય આખી રાત ચાલુ રહ્યું. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
જો કે, આ વચ્ચે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગેમ ઝોનના સંચાલકોની ઓફિસ માંથી દારૂની બોટલ મળી આવી છે. હાલમાં પોલીસે આ તમામ બીયરની બોટલ કબ્જે કરી છે, પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, કાલાવડ રોડ પર આવેલા આ ગેમ ઝોનમાં વીકેન્ડ હોવાથી 99 રૂપિયામાં 500 રૂપિયાની ટિકિટ આપવામાં આવી રહી હતી, તેથી ભીડ વધુ હતી. અકસ્માત બાદ હાલમાં 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ત્રણ માળનો ગેમ ઝોન 2020માં ભાડાની 2 એકર જમીન પર બનાવવામાં આવ્યો હતો. તેનું માળખું લાકડાના અને ટીન શેડ પર ઊભું હતું. ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું હતું. એક જગ્યાએ, દાદર પર વેલ્ડિંગના સ્પાર્કને કારણે વિસ્ફોટ થયો અને નજીકમાં આગ ફાટી નીકળી.
ગેમ ઝોનનો ડોમ કાપડ અને ફાઈબરનો બનેલો હતો. સ્ટ્રક્ચર લાકડા, ટીન અને થર્મોકોલ શીટ્સથી બનેલું હતું. ફ્લોર પણ રબર, રેઝિન અને થર્મોકોલથી ઢંકાયેલું હતું. આ ઉપરાંત 2 હજાર લિટર ડીઝલ અને 1500 લિટર પેટ્રોલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો. આથી થોડીવારમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ થોડીવારમાં નીચેથી ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. ત્રણ માળના માળખામાં નીચેથી ઉપર જવા માટે માત્ર એક જ સીડી હતી. બીજા અને ત્રીજા માળે રહેતા લોકોને બચવાની તક મળી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMકંગુવા ગાજી તેવી વરસી નહી, બોબીને મળ્યા માત્ર 5 કરોડ, સૂર્યાને 39 કરોડ
November 15, 2024 11:57 AM'તેરે બિન'ની એક્ટ્રેસે પતિના બીજા નિકાહ માટે રાખી આ મોટી શરત
November 15, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech