અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ: ગોંડલમાં પરિણીતાની હત્યા કરનાર પ્રેમી ઝડપાયો

  • January 25, 2023 07:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાદશો કા શહેર મનાતા ગોંડલમાં છાસવારે નિતનવિ ઘટનાઓ બનતી હોય છે ત્યારે અત્રેના હરભોલે સોસાયટીનાં યુવાને છેલ્લા ૮ માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો ફટકારી લોહી લુહાણ થતા સીડીના પગથીએથી લપસી પડી હોવાની વાર્તા ઘડી કાઢી સારવાર માટે દવાખાને લઈ ગયો હતો જ્યાં તેનું મોત નીપજ્યા બાદ પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફૂટતા શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હરભોલે સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશ બાબુભાઈ જોગરાદિયા ઉ.વ. ૪૪ છેલ્લા આઠ માસથી તેનું ઘર માંડી ને સાથે રહેતી પરિણીત પ્રેમીકા સોનલબેન રમેશભાઈ પલાળીયા સાથે રસોઈ બનાવવા બાબતે બોલા ચાલી થતા ભાવેશે તેના માથામાં લાકડા નાં ઘોકા નો ઘા ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી બાદમાં સોનલબેન સીડીના પગથિયેથી લપસી પડી હોવાની વાર્તા ઘડી કાઢી સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે લઈ ગયેલો હતો જ્યાં તેનું મોત નીપજતા પોલીસ ને શંકા ઉદ્ભવી હતી અને સોનલબેનનું પીએમ કરવામાં આવતા રિપોર્ટમાં મહિલાના મૃતદેહમાં અન્ય કોઈ જગ્યાએ બીજા કોઈ ઈજા નાં નિશાન ન જણાતા હત્યા નો ભાંડો ફૂટતા ગોંડલ સીટી પીઆઈ મહેશ સંગાડા એ કરવામાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨ જીપીએસ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​
આ હત્યા ની ઘટનાના ફરિયાદી મૃતક સોનલબેનના પુત્રી પાયલબેન પ્રદીપભાઈ મકવાણા એ પોલીસ ફરિયાદની સાથોસાથે જણાવ્યું હતું કે તેના પિતાને પેરેલિસિસ નો હુમલો આવ્યા બાદ તેઓ પથારી વસ થઈ ગયા હતા બાદમાં તેણીની માતા સોનલબેન છેલ્લા આઠેક માસથી તેના પ્રેમી ભાવેશ જોગરાદિયા નાં ઘરમાં બેસી ગયેલ હતી ગત તારીખ ૨૪ ના ભાવેશે તેને ફોન કરી કહ્યું હતું કે તારી માતાનું સીડી ના પગથિયેથી પડી જવાથી ઘાયલ થયેલ હતી અને સારવાર માં મરણ ગયેલ જણાવતા શંકા ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application