ઈન્દોરમાં દુર્ઘટના: 25થી વધુ લોકો મંદિરના કૂવામાં ખાબક્યા

  • March 30, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામનવમીના દિવસે ઈન્દોર થી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. , ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હતા. આ પછી તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.


અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. કુવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. જેથી ચિચિયારી અને નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી. બચાવ કાર્યમાં વિલંભ થતાં. આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સાંકડી શેરીઓના કારણે રાહત કાર્ય કરવામાં મુશ્કેલી પડી હતી. એમ્બ્યુલન્સ અને 108 વાહનને પહોંચવામાં પણ ખૂબ વિલંબ થયો હતો. કેટલાક લોકોને કોઈક રીતે બહાર કાઢવામાં આવ્યાં છે. જે લોકો વાવમાં પડી ગયા તેના સંબંધીઓ રોષે ભરાયા છે. આ માહિતી મળતાં જ પોલીસ કમિશનર, કલેક્ટર અને કોર્પોરેટર સહિત વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ ઈન્દોરની ઘટનાથી ખૂબ જ દુ:ખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે. મારી પ્રાર્થના તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.
અકસ્માત અંગે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે બધા પુરી તાકાતથી બચાવ કાર્યમાં લાગેલા છીએ. હું સતત સંપર્કમાં છું. અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, હજુ 10 વધુ લોકો અંદર છે.
અમે વધુ સારા સંસાધનોનો ઉપયોગ કર્યો છે, સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application